Get The App

IND vs BAN : T20I ક્રિકેટમાં મયંક યાદવનું યાદગાર ડેબ્યૂ, આ ખાસ લિસ્ટમાં મળ્યું સ્થાન

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
IND vs BAN : T20I ક્રિકેટમાં મયંક યાદવનું યાદગાર ડેબ્યૂ, આ ખાસ લિસ્ટમાં મળ્યું સ્થાન 1 - image

Mayank Yadav : ગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામેની પહેલી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના નવા ઝડપી બોલર મયંક યાદવે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. મેચ દરમિયાન તેણે સતત અપેક્ષિત ગતિએ બોલિંગ કરી હતી. આ વર્ષેની IPLમાં મયંકે લખનૌ સુપર જાયન્ટ્સ(LSG) દ્વારા રમીને 4 મેચમાં 7 વિકેટ લઈને પહેલી વખત હેડલાઈન્સમાં આવ્યો હતો. આ મેચ દરમિયાન મયંકે સતત 140-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. અને જોની બેયરસ્ટો અને ગ્લેન મૈક્સવેલ જેવા બોલરોની મોટી વિકેટ ઝડપી હતી.  

આ મેચમાં મયંકે 4 ઓવરમાં 5.20ની સરેરાશથી 21 રન આપીને એક વિકેટ લીધી હતી. જો કે મયંક તેના ચાર ઓવરના સ્પેલમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપના આંકડાને સ્પર્શી શક્યો ન હતો, પરંતુ તેણે 24 બોલમાંથી 17 બોલ 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફેંક્યા હતા. તેની સરેરાશ 138.7 કિમી પ્રતિ કલાકની ગતિ કેટલાક ધીમા બોલને કારણે હતી.

પહેલી ઓવર: મયંકે પહેલી ઓવર મેડન ફેંકી હતી. તેણે 147.6 કિમી પ્રતિ કલાકની સૌથી ઝડપી અને 138 કિમી પ્રતિ કલાકની સૌથી ધીમો બોલ ફેંક્યો હતો. પહેલી ઓવર દરમિયાન તેની સરેરાશ ઝડપ 142.5 કિમી/કલાક રહી હતી. T20Iમાં મેડન ઓવર કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મયંક ત્રીજો ભારતીય બોલર છે.

બીજી ઓવર: તેણે પોતાની બીજી ઓવરમાં સૌથી વધુ 149.9 કિમી/કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. તેનો સૌથી ધીમો બોલ 113.3 કિમી/કલાકની ઝડપનો રહ્યો હતો. અને સરેરાશ ઝડપ 140.1 kmph રહી હતી. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મહમૂદુલ્લાહે 146.1 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતા આગામી બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પૂરી ઓવર દરમિયાન તેણે માત્ર ત્રણ રન જ આપ્યા હતા.

ત્રીજી ઓવર: ત્રીજી ઓવરમાં મયંકે 15 રન આપ્યા હતા. આ ઓવર દરમિયાન તેની સૌથી ઝડપી ગતિ 147.7 કિમી/કલાક રહી હતી. અને સૌથી ધીમી 140.7 કિમી/કલાક રહી હતી. જયારે ઓવરમાં તેની સરેરાશ ઝડપ 145 કિમી/કલાક રહી હતી. 

ચોથી ઓવર: એક મોંઘી ઓવર ફેંક્યા બાદ પોતાની છેલ્લી ઓવરમાં મયંકે માત્ર ત્રણ રન આપ્યા હતા. જેમાં તેની સૌથી ઝડપી ગતિ 146.5 કિમી/કલાક રહી હતી. જ્યારે તેની સૌથી ધીમી ગતિ 106.2 કિમી/કલાક હતી. તેની સરેરાશ ઝડપ 127 કિમી/કલાક હતી. જ્યારે મયંકે બીજી વિકેટની શોધમાં છેલ્લી ઓવર ફેંકી ત્યારે બાંગ્લાદેશે 9 વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 145.6 કિમી પ્રતિ કલાકની ઝડપે અને પછી ફરીથી 106.2 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ફાસ્ટ-સ્લો કાર્ડ રમ્યો. મયંકે ઓવરના બાકીના ભાગમાં 145.1, 111.5, 145.8, 107.8ની ઝડપે બોલ ફેંકીને એ જ ટ્રેપ ચાલુ રાખી, પરંતુ તે કોઈ વિકેટ લઈ શક્યો ન હતો.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાનો નો લૂક શોટ વાયરલ, યુઝર્સ બોલ્યાં - અમારી પાસે બોલવા માટે શબ્દો નથી....

T20Iમાં પોતાની ડેબ્યૂ મેચમાં મેદાન ઓવર ફેંકનારા બોલર

મયંક યાદવ - 2024માં ગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામે

અર્શદીપ સિંહ - 2022 માં સાઉથેમ્પટનમાં ઇંગ્લેન્ડ સામે

અજીત અગરકર - 2006માં જોબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે

IND vs BAN : T20I ક્રિકેટમાં મયંક યાદવનું યાદગાર ડેબ્યૂ, આ ખાસ લિસ્ટમાં મળ્યું સ્થાન 2 - image


Google NewsGoogle News