Get The App

ICC T20 વર્લ્ડકપની મેચમાં બબાલ, ઓસ્ટ્રેલિયન બેટર ભારતીય અમ્પાયર સાથે બાખડી પડ્યો

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ICC T20 વર્લ્ડકપની મેચમાં બબાલ, ઓસ્ટ્રેલિયન બેટર ભારતીય અમ્પાયર સાથે બાખડી પડ્યો 1 - image


T20 World Cup-2024, Matthew wade Controversy: ICC T20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બાર્બાડોસમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 36 રનોથી હરાવ્યું હતું. પરંતુ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટર અને વિકેટકીપર મેથ્યુ વેડ અને ભારતીય અમ્પાયર નીતિન મેનન વચ્ચે નોન-ડેડ બોલ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

જાણો શું છે સમગ્ર મામલો

આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન બની હતી. જયારે 18મી ઓવરમાં વેડ બેટિંગ પર રહ્યો અને લેગ સ્પિનર આદિલ રાશિદની છેલ્લી ઓવરના ત્રીજા બોલનો સામનો કરવા તૈયાર હતો. તે પહેલા વેડએ રાશિદના બીજા બોલ પર ચોગ્ગો માર્યો હતો. ત્યારબાદ રાશિદ બોલ ફેંકી રહ્યો હતો ત્યારે વેડ બોલનો સામનો કરવા માટે તૈયાર ન હોવા છતાં બોલરે બોલ ફેંક્યો હતો. જો કે, તેણે બેટ દ્વારા બોલને દૂર કર્યો હતો. જેથી નિયમાનુસાર જો વેડ આ બોલ ન રમ્યો હોત તો બોલને ડોટને બદલે ડેડ બોલ ગણવામાં હોત. પરંતુ અમ્પાયર નીતિન મેનને ડેડ બોલ જાહેર ના કર્યો. નિર્ણયને લઈને નાખુશ વેડ ઉગ્ર પ્રતિક્રિયા આપતા અમ્પાયર તરફ આગળ વધ્યો હતો. જવાબમાં અમ્પાયરે તેમને પાછા ફરવાનો ઈશારો કર્યો હતો. 

જો કે મેથ્યુ વેડે 17 રન કરીને અણનમ પારી રમી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. અને સામે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં ફક્ત 165 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મેચ 36 રનથી જીતી લીધી હતી.

આઇસીસીનો નિયમ શું કહે છે?

આઇસીસીના કાયદા મુજબ જો બેટર બોલની ડિલિવરી માટે તૈયાર ન હોય અને જો બોલ ફેંકવામાં આવે તો બેટ્સમેનએ પોતાની જગ્યા પરથી ખસી અમ્પાયરને પોતે તૈયાર ન હોવાનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં અમ્પ્યાર ડેડ બોલ આપે છે. ડેડ બોલની ગણતરી ઓવરમાં કરવામાં આવતી નથી.


Google NewsGoogle News