VIDEO : બેબી મલિંગાએ 'સુપરમેન' બની સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો, ધોનીએ પણ તાળીઓ પાડી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
VIDEO : બેબી મલિંગાએ 'સુપરમેન' બની સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો, ધોનીએ પણ તાળીઓ પાડી 1 - image
Image:IANS

IPL 2024 Best Catch By Matheesha Pathirana : IPL 2024માં ગઈકાલે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન મેચમાં IPLની 17મી સિઝનનો શ્રેષ્ઠ કેચ જોવા મળ્યો હતો. આ એવો કેચ હતો કે એમએમ ધોનીએ પોતે તાળીઓ પાડીને તેની પ્રશંસા કરી હતી. આ કેચ ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાએ લીધો હતો.

ધોનીએ પણ પાડી તાળીઓ

પથિરાનાના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડેવિડ વોર્નર રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કરે છે અને બોલ સર્કલની અંદર બેબી મલિંગા કહેવાતા મથિશા પથિરાના તરફ જાય છે. બોલને પોતાની તરફ આવતો જોઈને પથિરાના લાંબી ડાઈવ લગાવે છે અને હવામાં જ એક હાથથી અદ્ભુત કેચ લે છે. પથિરાનાના આ કેચથી માહીએ એટલો ખુશ થયો કે તેણે તાળીઓ પાડીને બેબી મલિંગાના કેચની પ્રશંસા કરી હતી. આ સાથે વોર્નર 35 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 52 રન બનાવીને આઉટ થયો હતો.

દિલ્હીએ ચેન્નઈને 20 રને હરાવ્યું

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા DCએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા હતા. DC માટે ડેવિડ વોર્નરે 52 રન અને કેપ્ટન રિષભ પંતે 159.38ના સ્ટ્રાઈક રેટથી 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. પંતે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.  જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શક્યું હતું. CSKએ ભલે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની બેટિંગથી ચાહકોને ખુશ કરી દીધા હતા. ધોનીએ 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. રહાણેએ ચેન્નઈ માટે 45 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી.

VIDEO : બેબી મલિંગાએ 'સુપરમેન' બની સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો, ધોનીએ પણ તાળીઓ પાડી 2 - image


Google NewsGoogle News