શું કરી રહી છે સરકાર? ભારતીય ઓલિમ્પિક સંઘમાં ડખા, મેરી કોમે કહ્યું ‘કોઈ મારું સાંભળતું જ નથી’
Indian Olympics Association Controversy: ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)ના વિવાદો હવે સપાટી પર આવી રહ્યા છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012માં ઓલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકેલી ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે જણાવ્યું કે, 'મેં રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને સૂચનો આપવાનું બંધ કરી દીધું છે કારણ કે મારા વિચારોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.' નોંધનીય છે કે, મેરી કોમ ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ છે.
જાણો શું છે મામલો
નવેમ્બર 2022માં ભારતીય ઓલિમ્પિક સંઘમાં પસંદગી પામેલા ટોચના 10 ખેલાડીઓમાં એમસી મેરી કોમનો સમાવેશ થાય છે. રમતપ્રેમીઓ જાણે છે કે હાલમાં આઇઓએમાં ખેંચતાણ ચાલી રહી છે. જેમાં અધિકારીઓનો એક વર્ગ અધ્યક્ષ પીટી ઉષાની કાર્યશૈલી પર સવાલ ઊઠાવી રહ્યો છે. જો કે, પીટી ઉષાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના રોહિત-કોહલીની નજર હવે બ્રેડમેન-વોર્નર પર.. રેકોર્ડ્સની વણઝાર કરવાની તૈયારી
ભારતીય ઓલિમ્પિક સંઘ ચાલી રહેલા વિવાદ મેરી કોમે જણાવ્યું હતું કે, 'હું આઇઓએની કામગીરીમાં સામેલ નથી. અમે આઇઓએ સાથે ઘણી બાબતો શેર કરી, પરંતુ તેમણે મારી વાત સાંભળી નહીં. તેઓ મારા સૂચનો સાંભળતા નથી. હું રાજકારણ જાણતો નથી અને હું કોઈને દોષ આપવા માંગતો નથી.' લંડન ઓલિમ્પિક્સ 2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમને લાગે છે કે જ્યાં સુધી કોચિંગ સ્ટ્રક્ચરમાં સુધારો નહીં થાય ત્યાં સુધી મેડલ નિયમિત નહીં આવે.
મેરી કોમ આ પરિણામથી ખૂબ જ નિરાશ થઈ હતી
ભારતીય બોક્સરો પેરિસ ઓલિમ્પિકમાંથી મેડલ વિના પરત ફર્યા હતા અને મેરી કોમ આ પરિણામથી ખૂબ જ નિરાશ થઈ હતી. 41 વર્ષીય મેરી કોમને દિલગીરી છે કે ઓલિમ્પિક પહેલા ભારતીય બોક્સિંગ ફેડરેશનમાં કોઈએ તેની મદદ લીધી ન હતી. તેણીએ કહ્યું, 'શું ખોટું થયું તે હું કહી શકતી નથી કારણ કે તેઓએ મને આમંત્રણ પણ આપ્યું ન હતું. તેઓ મારા અનુભવનો ઉપયોગ કરી શક્યા હોત. હું બોક્સરોને તેમની નબળાઈઓ અને મજબૂત મુદ્દાઓ કહી શકું છું.'