Get The App

6,6,6,6... દિગ્ગજ બેટરની તોફાની બેટિંગ, કોમેન્ટ્રી બોક્સની બારી તોડી નાખી, જુઓ VIDEO

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Martin Guptill


Guptill's Six Breaks Glass Window of Commentary Box: ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓપનર માર્ટિન ગપ્ટિલે ટી20 લીગમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેનિયલ ક્રિશ્ચયનને હંફાવી નાખ્યો હતો. સધર્ન સુપર સ્ટાર્સ માટે રમતા ગપ્ટિલે ક્રિશ્ચયનની ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકારતાં રેકોર્ડ સર્જ્યો હતો. પોતાની ધુઆંધાર બેટિંગથી મણીપાલ ટાઈગર્સ વિરૂદ્ધ માત્ર 29 બોલમાં 68 રન ફટકાર્યા હતા.

માર્ટિન ગપ્ટિલ હાલ ટી20 લીગમાં રમી રહ્યો છે. આ લીગમાં વિશ્વભરના અનેક પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ રમી રહ્યા છે. જેમાં ટી20 લીગમાં ગપ્ટિલ સધર્ન સુપર સ્ટાર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

ગપ્ટિલ આક્રમક મોડમાં

પોતાના જમાનાનો વિસ્ફોટક બેટરની ઓળખ ધરાવતો ગપ્ટિલે મણીપાલ ટાઈગર્સ વિરૂદ્ધ પોતાનું જૂનુ રૂપ રજૂ કરી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલની ધોલાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરને હવે ધરપકડનો ડર, ભારતમાં શરણ લે તેવી શક્યતા

9 ઓવરમાં દનાદન છગ્ગા

સધર્ન સુપર સ્ટાર્સ તરફથી ગપ્ટિલે નવ ઓવરમાં જ દનાદન છગ્ગાઓનો વરસાદ કર્યો હતો. મિડ-વિકેટથી ઉપર છગ્ગા ફટકાર્યા હતા. બીજી ઓવરમાં બીજા બોલ પર ગપ્ટિલે ફાઈન-લેગની દિશામાં છગ્ગો માર્યો હતો. ગપ્ટિલે ક્રિશ્ચયનની ઓવરમાં કુલ 30 રન ફટકાર્યા હતા. 29 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારી 68 રન બનાવ્યા હતા.


સધર્ન સુપર સ્ટાર્સની જીત

માર્ટિન ગપ્ટિલની ધુઆંધાર બેટિંગના કારણે સધર્ન સુપર સ્ટાર્સે 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 194નું લક્ષ્ય બનાવ્યું હતું. જેની સામે મણિપાલ ટાઈગર્સ 13.1 ઓવરમાં 152 રનમાં જ ઓલઆઉટ થઈ હતી.

6,6,6,6... દિગ્ગજ બેટરની તોફાની બેટિંગ, કોમેન્ટ્રી બોક્સની બારી તોડી નાખી, જુઓ VIDEO 2 - image


Google NewsGoogle News