Get The App

માર્નસ લાબુશેનને એડિલેડ ટેસ્ટથી બહાર કરો, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરની માગથી આશ્ચર્ય

Updated: Nov 30th, 2024


Google News
Google News
માર્નસ લાબુશેનને એડિલેડ ટેસ્ટથી બહાર કરો, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરની માગથી આશ્ચર્ય 1 - image


Image: Facebook

Adelaide Test: પર્થમાં ઓસ્ટ્રેલિયાની હાર બાદથી ઘણાં પૂર્વ ખેલાડી મિડિલ ઓર્ડર બેટ્સમેન માર્નસ લાબુશેનની ટીકા કરી રહ્યાં છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખૂંખાર બોલર રહી ચૂકેલા મિશેલ જોનસને મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ ઝડપી બોલર મિશેલ જોનસનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ ખરાબ ફોર્મથી પસાર થઈ રહેલા માર્નસ લાબુશેનને ભારત વિરુદ્ધ 6 ડિસેમ્બરથી રમાવાની એડિલેટ ટેસ્ટમાં રમાડવો જોઈએ નહીં. 

પર્થમાં રમાવાની પહેલી ટેસ્ટમાં માર્નસ લાબુશેન પહેલી ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં માત્ર ત્રણ રન જ બનાવી શકતો હતો. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી ઈનિંગમાં માત્ર 150 રન બનાવી શકી હતી. તેમ છતાં ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી.

મિશેલ જોનસને એક કોલમમાં લખ્યું છે કે 'માર્નસ લાબુશેન લાંબા સમયથી રન બનાવવા માટે ઝઝૂમી રહ્યો છે અને એડિલેડમાં બીજી ટેસ્ટ મેચમાં તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને ઉતારવો જોઈએ. તેનો અર્થ એ નથી કે પહેલી ટેસ્ટ મેચમાં કારમી હાર માટે કોઈને બલિનો બકરો બનાવવામાં આવે.'

આ પણ વાંચો: ભારત-ઑસ્ટ્રેલિયાની મેચમાં અચાનક ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા PM, ખેલાડીઓ સાથે મુલાકાત પછી કૉમેન્ટ્રી પણ કરી

જોનસનનું માનવું છે કે લાબુશેનને ફોર્મમાં વાપસી કરવા માટે ઘરેલુ ક્રિકેટમાં રમવું જોઈએ. તેમણે કહ્યું, 'ટેસ્ટ ટીમથી બહાર કરવાથી તેને શેફીલ્ડ શીલ્ડની અમુક મેચો અને ક્લબ ક્રિકેટમાં રમવાની તક મળશે અને તેની પર દેશની તરફથી રમવાનું દબાણ પણ હશે નહીં. મને લાગે છે કે જસપ્રીત બુમરાહ અને તેના સાથી બોલરોની સામે ઉતારવાના બદલે ઘરેલુ ક્રિકેટમાં રમવાથી લાબુશેનને ફાયદો મળશે.'

છેલ્લી 10 ટેસ્ટ ઈનિંગમાં તે માત્ર એક વખત ડબલ સ્કોરમાં પહોંચ્યો છે. તે ભલે ક્રિજ પર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે પરંતુ હજુ આનાથી કામ ચાલી રહ્યું નથી. લાબુશેનને બહાર કરવાનો એ અર્થ નહીં હોય કે ટેસ્ટ ક્રિકેટમાં તેનું ભવિષ્ય લટકી ગયું છે કે તે ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે યોગ્ય ખેલાડી નથી.'

આ પૂર્વ ઝડપી બોલરે આ સાથે જ કહ્યું કે સીનિયર બેટ્સમેન સ્ટીવ સ્મિથનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે. એવું લાગે છે કે તેણે પોતાની ચમક ગુમાવી દીધી છે. જેની આપણને આદત રહી છે. તે પોતાના પેડ પર આવતાં બોલને રમી રહ્યો નથી જ્યારે ભૂતકાળમાં તે આ પ્રકારના બોલ પર સરળતાથી રન બનાવતો હતો. 

Tags :
Adelaide-TestMarnus-LabuschagneMitchell-StarcIND-vs-AUS-2nd-Test

Google News
Google News