નારાજ થયેલી મનુ ભાકરે નીરજ ચોપરા મુદ્દે કરી પોસ્ટ, કહ્યું- ‘હું આશા રાખું છું કે...’
Manu Bhaker-Neeraj Chopra: ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા ક્રમે રહ્યો અને ડાયમંડ ટ્રોફી જીતવાથી ચૂકી ગયો. 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ફાઈનલ મેચમાં નીરજે તેના ત્રીજા પ્રયાસમાં 87.86ના અંતરે જેવેલિન થ્રો કર્યો હતો. જે આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
નીરજના ડાબા હાથના ચોથા મેટાકાર્પલ હાડકામાં ફ્રેક્ચર
આ મેચ બાદ નીરજે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'જેમ જેમ 2024ની સીઝન પૂરી થઈ રહી છે, તેમ હું આખા વર્ષ દરમિયાન જે કંઈપણ શીખ્યો છું, સુધાર, અસફળતા, માનસિકતા એ બધું જ યાદ કરી રહ્યો છું. સોમવારે પ્રેક્ટિસ દરમિયાન મને ઈજા થઈ હતી અને એક્સ-રેમાં જાણવા મળ્યું હતું કે મારા ડાબા હાથના ચોથા મેટાકાર્પલ હાડકામાં ફ્રેક્ચર થયું છે. આ બીજી પીડાદાયક પડકાર હતી. પરંતુ મારી ટીમની મદદથી હું બ્રસેલ્સમાં હાજરી આપી શક્યો. તે વર્ષની છેલ્લી સ્પર્ધા હતી અને હું ટ્રેક પે મારી સિઝન પૂરી કરવા માંગતો હતો. જો કે હું મારી જ અપેક્ષાઓ પૂરી ન કરી શક્યો. મને લાગે છે કે આ એક એવી સિઝન હતી જેમાં હું ઘણું બધું શીખ્યો. હું હવે સંપૂર્ણ રીતે ફિટ છું અને વાપસી કરીને રમવા માટે કટિબદ્ધ છું'
મનુએ નીરજની પોસ્ટ રી-શેર કરી
નીરજની આ પોસ્ટ પર તેના ફેન્સ નીરજના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે, એવામાં પેરીસ ઓલમ્પિકમાં બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકરે પણ નીરજની આ પોસ્ટને રી-શેર કરી હતી. મનુએ પોસ્ટને રી-શેર કરતા લખ્યું હતું કે, '2024ની શાનદાર સિઝન બદલ અભિનંદન નીરજ. આવનાર વર્ષમાં તમારું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય અને તમને વધુ સફળતાની આશા રાખું છું.'
આ પણ વાંચો: VIDEO | મેદાનમાં જ બબાલ! બોલરને આંખ બતાવી ભારે પડી! બેટરે ગુસ્સામાં ફટકાર્યો છગ્ગો
નીરજ વિશે સવાલ પૂછતા મનુ ઈવેન્ટ છોડીને જતી રહી હતી
થોડા સમય પહેલા મનુનું નામ પેરિસ ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ નીરજ ચોપરા સાથે જોડવામાં આવી રહ્યું હતું. જો કે તેના પરિવારજનો દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. તેમજ એક શો દરમિયાન નીરજ વિશે સવાલ પૂછવામાં આવતા મનુ ગુસ્સે થઈને ઈવેન્ટ છોડીને જતી રહી હતી.
નીરજનું પ્રદર્શન કેવું રહ્યું?
ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં જ 86.82 મીટર જેવલિન થ્રો કર્યો હતો. તેનો બીજો પ્રયાસ 83.49 મીટરનો રહ્યો હતો. ત્યારબાદ તેનો ત્રીજો પ્રયાસ 87.86 મીટર જ રહ્યો. આ પછી ભારતીય ખેલાડી નીરજનો ચોથો પ્રયાસ 82.04 મીટરનો હતો અને પાંચમા પ્રયાસમાં નીરજે 83.30 મીટરનો થ્રો કર્યો હતો. નીરજે તેના છેલ્લા પ્રયાસમાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તે માત્ર 86.46 મીટર જ ભાલો ફેંકી શક્યો હતો.