Get The App

મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન ઍવૉર્ડ, 34ને અર્જુન પુરસ્કાર અપાયો

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન ઍવૉર્ડ, 34ને અર્જુન પુરસ્કાર અપાયો 1 - image

Khel Ratna Award & Arjuna Award : ભારતના રાષ્ટ્રપતિએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં બે મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ એનાયત કર્યો છે. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં 34 ખેલાડીઓને અર્જુન ઍવૉર્ડ પણ આપ્યા હતા. આ ઉપરાંત પુરુષ હોકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

મનુ ભાકર અને ડી ગુકેશ   

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જેમાંથી એક સિંગલ વુમન 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. જ્યારે બીજો મેડલ મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. જ્યારે ડી ગુકેશે સૌથી નાની ઉંમરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો હતો. ગુકેશે ચીની ગ્રાન્ડમાસ્ટર ડિંગ લિરેનને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. ગુકેશ માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બન્યો.

હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર

પુરુષ ભારતીય હોકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ ઉપરાંત હરમનપ્રીત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ વિજેતા ટીમનો પણ ભાગ હતો. બીજી તરફ હાઇ જમ્પર પ્રવીણ કુમારની વાત કરીએ તો તેણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે પ્રવીણ કુમારનો ડાબો પગ જન્મથી જ નાનો હતો.

અર્જુન પુરસ્કાર મેળવનારા 34 ખેલાડીઓની યાદી: 

1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)

2. અન્નુ રાની (એથ્લેટિક્સ)

3. નીતુ (બોક્સિંગ)

4. સ્વીટી (બોક્સિંગ)

5. વંતિકા અગ્રવાલ (ચેસ)

6. સલીમા ટેટે (હોકી)

7. અભિષેક (હોકી)

8. સંજય (હોકી)

9. જર્મનપ્રીત સિંહ (હોકી)

10. સુખજીત સિંહ (હોકી)

11. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)

12. સરબજોત સિંહ (શૂટિંગ)

13. અભય સિંહ (સ્ક્વૉશ)

14. સાજન પ્રકાશ (સ્વિમિંગ)

15. અમન (કુશ્તી)

16. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)

17. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)

18. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)

19. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)

20. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)

21. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)

22. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)

23. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)

24. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)

25. નવદીપ (પેરા એથ્લેટિક્સ)

26. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)

27. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)

28. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)

29. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)

30. કપિલ પરમાર (પેરા જુડો)

31. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)

32. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)

રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે અર્જુન પુરસ્કાર (લાઇફ ટાઇમ) 

1. સુચ્ચા સિંહ (એથ્લેટિકસ) 

2. મુરલીકાંત રાજારામ પેટકર ( પેરા સ્વિમિંગ )

મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન ઍવૉર્ડ, 34ને અર્જુન પુરસ્કાર અપાયો 2 - image



Google NewsGoogle News