Get The App

ભારતને વર્લ્ડકપ જીતાડનાર ક્રિકેટર, એક ભૂલના કારણે કરિયર થયું બરબાદ, હવે બન્યો યૂટ્યુબર

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
ભારતને વર્લ્ડકપ જીતાડનાર ક્રિકેટર, એક ભૂલના કારણે કરિયર થયું બરબાદ, હવે બન્યો યૂટ્યુબર 1 - image
IMAGE : "X"

Manjot kalra : હાલના દિવસોમાં ઘણાં યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તક આપવામાં આવી રહી છે. IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી ચૂકેલા ઘણાં ખેલાડીઓને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 3 મેચની T20 સીરિઝમાં રમવાની તક આપવામાં આવી છે. પરંતુ એક એવા ખેલાડી પણ છે કે જેણે ભારતીય ટીમને વર્લ્ડકપ જીતાડ્યો, પરંતુ માત્ર એક ભૂલના કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. હવે આ ભારતીય ખેલાડી યુટ્યુબર બની ગયો છે.

આ ખેલાડીનું નામ મનજોત કાલરા છે. જેણે ભારતીય અંડર-19 ટીમને વર્ષ 2018માં તેણે રમેલી સદીની ઈનિંગથી ભરત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. પરંતુ તેણે કરેલી એક ભૂલ તેને ભારે પડી હતી. અને જેને લઈને તેણે પોતાની કારકિર્દી ગુમાવવી પડી હતી. વર્લ્ડકપ જીત્યા બાદ મનજોત કાલરા પર દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને છેતરપિંડીના કેસમાં પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, બાદમાં મનજોત કાલરાએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે તેના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી. તેની પીઠમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.

અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટાઈટલ જીતવા માટે 217 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. શરૂઆતમાં જ ભારતને પૃથ્વી શો અને શુભમન ગિલના રૂપમાં આંચકો લાગ્યો હતો. પણ મનજોત ક્રીઝ ઉપર ટકેલો હતો. તે અંત સુધી ઊભો રહ્યો અને તેણે ન માત્ર તેની સદી પૂરી કરી પરંતુ ભારત માટે ખિતાબ પણ જીત્યો હતો. મનજોતે આ મેચમાં 102 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા પણ આવ્યા હતા. તેણે 6 મેચની 5 ઇનિંગ્સમાં 84ની સરેરાશથી 252 રન બનાવ્યા હતા.

ઘણાં લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેલા મનજોતે વર્ષ 2023માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેને તેણે સેકન્ડ ઇનિંગ્સ વિથ મનજોત કાલરા નામ આપ્યું હતું. તેની ચેનલ પર અત્યાર સુધી ઘણાં ખેલાડીઓ ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે. અભિષેક શર્મા, મયંક યાદવ જેવા ભારતીય ખેલાડીઓ પણ મનજોતની ચેનલ પર આવી ચૂક્યા છે.

25 વર્ષના મનજોતને દિલ્હી માટે માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની તક મળી હતી. આ મેચમાં તેણે 19 રન બનાવ્યા હતા. જયારે T20 મેચ રમતા કાલરાએ 13 રન બનાવ્યા હતા. તેણે માર્ચ 2021માં દિલ્હી માટે ઘરઆંગણે તેની છેલ્લી મેચ રમી હતી. આ પછી કાલરા ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો ન હતો.


Google NewsGoogle News