Get The App

શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં

હાલ ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું હોવાથી અન્ય ખેલાડીઓને ટીમમાં તક મળવી મુશ્કેલ

Updated: Jan 17th, 2023


Google NewsGoogle News
શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં 1 - image
Image - ICC Twitter

વર્ષના અંતે વર્લ્ડકપ યોજાવાનો છે, ત્યારે ભારતીય ટીમ હાલ ઈન્ટરનેશનલ મેચોમાં વ્યસ્ત છે. ભારતીય ટીમના વરિષ્ઠ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત ટીમના યુવા ખેલાડીઓની વિસ્ફોટક બેટીંગ જોવા મળી રહી છે. બોલર્સની વાત કરીએ તો ઉમરાન માલિક, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ પણ બોલિંગમાં પોતાની ક્ષમતા દેખાડી રહ્યા છે. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ પરફેક્ટ લાઈન-અપમાં રમી રહ્યા હોવાથી ભારતીય ટીમમાં અન્ય ખેલાડીઓને સ્થાન આપવું ખુબ જ અઘરું છે. તો બીજી તરફ ટીમમાં સ્થાન મેળવવા ખેલાડીઓમાં પણ પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે. આ પ્રતિસ્પર્ધાના સમયે યુવા અને વરિષ્ઠ બંને ખેલાડીઓને ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સતત સારું પ્રદર્શન દેખાડતા રહેવું પડે છે.

ભારતીય ક્રિકેટમાં કેટલાંક એવા ખેલાડીઓ પણ છે જે એક સમયે ઈન્ડિયન ટીમ માટે સ્ટાર પરફોરમર હતા. જોકે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ટીમ અને મેનેજમેન્ટમાં ઘણાં ફેરફારો થતા રહ્યા. આ પ્રતિસ્પર્ધા અને હાલની ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં જોવા મળતું ધમાકેદરા પરફોર્મન્સના કારણે અન્ય કેટલાક ખેલાડીઓને ટીમમાં સ્થાન જ ન મળ્યું. આજે અમે તમને એક સમયના ધમાકેદાર ખેલાડીઓ વિશે માહિતી આપી રહ્યા છે, જેમનું ક્રિકેટ કેરિયર લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો જાણીએ કોણ છે આ 5 ખેલાડીઓ.....

શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં 2 - image
Image - ICC Twitter

મનીષ પાન્ડે 

33 વર્ષીય મનીષ પાન્ડેએ વર્ષ 2015માં અજિન્ક્ય રહાનેના નેતૃત્વમાં ઝીમ્બામ્બેની વિરુધ વનડે અને ટી20માં ડેબ્યુ કર્યું હતું. તેણે 29 વનડે મેચોમાં 566 અને ટી20ની 39 મેચોમાં 709 રન ફટકાર્યા છે. મનીષે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2015ની વર્ષમાં શ્રીલંકા વિરુધ રમેલી. આ મેચ પછી મનીષને અત્યાર સુધી ઇન્ડિયન ટીમમાં રમવાનો મોકો મળ્યો નથી.

શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં 3 - image
Image - ICC Twitter

ઈશાંત શર્મા 

ઇશાંત શર્માએ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં વર્ષ 2007માં ટેસ્ટ અને વનડેમાં ડેબ્યુ કર્યું હતું. ઇશાંતે તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ન્યુઝીલેન્ડ વિરુધ રમી હતી. આ ટેસ્ટ મેચમાં ઇશાંતે   2.33ની ઈકોનોમીથી 15 ઓવરમાં 35 રન આપ્યા હતા. ઇશાંતે અત્યાર સુધી ભારત માટે 105 ટેસ્ટમાં 311 વિકેટ, 80 વનડેમાં 115 અને 14 ટી20 મેચોમાં 8 વિકેટ લીધી છે. 34 વર્ષીય ઈશાન્તની ટીમમાં પાછા ફરવાની આશા બહુ જ ઓછી લાગે છે કરણ કે હાલ ઇન્ડિયન ટીમ યુવા બોલરોને તક આપી રહી છે.

શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં 4 - image
Image - ICC Twitter

અજિન્ક્ય રહાને 

અજિન્ક્ય રહાનેના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેમનાં જ ઘરમાં ટેસ્ટ સીરીઝમાં હરાવી હતી. ત્યારે રહાનેની કેપ્ટનશીપની બહુ જ પ્રશંસા થઇ હતી. પણ ત્યારના સમયમાં અને આજના સમયમાં ઇન્ડિયન ટીમમાં ઘણાં બદલાવ આવી ગયા છે. રહાને હાલમાં ભારતીય ટીમથી બહાર છે. રહાનેએ ભારત માટે 82 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી20 મેચો રમી છે. અજિન્ક્યએ પોતાની છેલ્લી મેચ સાઉથ આફ્રિકા વિરુધ પાછલાં વર્ષે રમેલી. રહાનેએ હાલમાં રમાઈ રહેલ રણજી ટ્રોફીમાં 5 મેચોમાં 532 રન બનાવ્યા છે. આ પછી પણ રહાને સિલેક્ટર્સને ખુશ કરી શકશે તે વિષય પર શંકા છે.

શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં 5 - image
Image - ICC Twitter

ઋદ્ધિમાન સાહા

ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને ધોનીના નિવૃત થયા બાદ ઘણી તકો મળી હતી. પરંતુ રિષભ પંતના આવ્યા પછી સાહાનું કરિયર ગ્રાફ ઢળી પડ્યું હતું. સાહાએ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ વર્ષ 2010માં કરેલું. અત્યાર સુધી સાહાએ ઇન્ડિયા માટે 40 ટેસ્ટ અને 9 વનડે મેચો રમી છે. સાહાએ તેની છેલ્લી મેચ વર્ષ 2021માં ન્યુઝીલેન્ડ વિરુધ રમેલી.

શું આ 5 સ્ટાર ખેલાડીઓનું ક્રિકેટ કેરીયર સમાપ્ત ? ટીમમાં નામ પણ નહીં, ચર્ચા પણ નહીં 6 - image
Image - ICC Twitter

કરુણ નાયર 

કરુણ નાયર જ એક એવો   ભારતીય ખેલાડી છે જેણે વીરેન્દ્ર સહવાગ પછી 3 સદી ફટકારી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ટ્રિપલ સેન્ચુરી પછી નાયરનો ગ્રાફ ઉપર ચઢવાને બદલે નીચે પડવા મંડ્યું હતું. 31 વર્ષીય કરુણ નાયરે વર્ષ 2017માં ભારત માટે તેની છેલ્લી મેચ રમ હતી. નાયરે પોતાના અત્યાર સુધીના કરિયરમાં ભારત તરફથી 6 ટેસ્ટ અને 2 વનડે મેચો રમી છે.


Google NewsGoogle News