અવકાશમાંથી ઘરમાં પડી રહસ્યમયી વસ્તુ, કરોડોમાં વેચી માલામાલા થયો આ શખ્સ

ઉલ્કાપિંડનું વજન 2.1 કિલોગ્રામ હતું અને તે 4.5 બિલિયન વર્ષ જુનો હતો

કરોડપતિ શખ્સને તેના 30 વર્ષના પગાર બરોબર મળી કિંમત

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
અવકાશમાંથી ઘરમાં પડી રહસ્યમયી વસ્તુ, કરોડોમાં વેચી માલામાલા થયો આ શખ્સ 1 - image
Image Nasa

તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર 

Millionaire After Meteor Crash: આપણે ત્યા એક કહેવત છે કે, 'ભગવાન જબ દેતા હૈ તો તબ છપ્પર ફાડકે દેતા હૈ' આ કહેવત અહી આ ઘટનામાં સાચી પડી છે, તેનો એક કિસ્સો તાજેતરમાં જોવા મળ્યો છે. વાસ્તવમાં એક શખ્સના ઘરની છત પર અવકાશમાંથી કોઈ રહસ્યમય ચીજ આવીને પડી હતી, જે પછી તે કરોડોપતિ બની ગયો હતો. પહેલા તો આ શખ્સને તેના વિશે ખ્યાલ જ આવ્યો, પરંતુ જ્યારે તેને આ પથ્થર વિશે ખબર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. આ શખ્સનું નામ જોસુઆ હુતાગાલુંગ છે. તે ઈન્ડોનેશિયાના કોલાંગનો રહેવાસી છે. 

ઉલ્કાપિંડનું વજન 2.1 કિલોગ્રામ હતું અને તે 4.5 બિલિયન વર્ષ જુનો હતો

હુતાગાલુંગ જ્યારે ઘરની બહાર કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક ઉલ્કાપિંડ આવીને પડ્યો હતો. આ પથ્થર એટલો સ્પીડમાં પડ્યો હતો કે ત્યાં 15 સેમીનો ખાડો પડી ગયો હતો. તેણે એ પથ્થરને ચેક કરાવ્યો તો તેનુ વજન 2.1 કિલોગ્રામ હતું, અને તે 4.5 બિલિયન વર્ષ જુનો હતો. હુતાગાલુંગે કહ્યું કે, તેનો ફોન વિવિધ ઓફર્સથી ભરેલો છે જેમા કેટલાય લોકો આ ઉલ્કાપિંડ ખરીદવા તૈયાર છે, તેમણે કહ્યું કે, આ ઘટના બની ત્યારે  કોરોના મહામારીનો સમય ચાલતો હતો. 

કરોડપતિ શખ્સને તેના 30 વર્ષના પગાર બરોબર મળી કિંમત

આ ઉલ્કાપિંડના પથ્થરને અમેરિકાના નિષ્ણાત જેરેડ કોલિન્સે એક ભાગ ખરીદી લીધો હતો. જેમાં તેને 30 વર્ષના પગાર બરોબરની કિંમત મળી હતી. કરોડોપતિ બની ગયા પછી હુતાગાલુંગએ કહ્યુ કે, તે આ પૈસાથી પોતાની કોમ્યુનિટીમાં એક ચર્ચ બનાવશે. અને તેમની દિકરી હવે જરુર ભણી શકશે. હજુ પણ તેની પાસે ઉલ્કાપિંડના ત્રણ ટુકડા છે. ઉલ્કાપિંડ મળવાથી તેની જાતને ભાગ્યશાળી બનવાના સંકેત મળ્યા છે.  ઈન્ડિયાના પોલિસના વિશેષજ્ઞએ ઉલ્કાપિંડને ખરીદ્યા બાદ અમેરિકામાં મોકલી દેવામાં આવ્યો છે.

અવકાશમાંથી ઘરમાં પડી રહસ્યમયી વસ્તુ, કરોડોમાં વેચી માલામાલા થયો આ શખ્સ 2 - image


Google NewsGoogle News