મોહમ્મદ સિરાજને ડેટ કરી રહી છે માહિરા શર્મા? માતાએ કહ્યું- ગમે તેની સાથે નામ ના જોડશો
Mahira sharma mother breaks silence on her daughter dating rumours: બિગ બોસ 13 ફેમ માહિરા શર્માનું નામ ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે જોડાઈ રહ્યું છે. બંને રિલેશનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. માહિરાએ હજુ સુધી આ અફેરના સમાચારો પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. પરંતુ તેમની માતા સાનિયા શર્માએ ચોક્કસપણે આ મામલે મૌન તોડ્યું છે. માહિરાની માતાએ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચાહકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, તમે શું કહી રહ્યા છો? આવું કંઈ પણ નથી. લોકો તો કંઈ પણ કહેતા રહે છે. હાલમાં મારી દીકરી એક સેલિબ્રિટી છે. તો લોકો પોતાનું મોં ખોલીને તેનું નામ કોઈની પણ સાથે જોડી દેશે, તો શું આપણે તેના પર વિશ્વાસ કરી લેવાનો? આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
આ પણ વાંચો: આશા ભોંસલેની પૌત્રી મોહમ્મદ સિરાજના પ્રેમમાં પડી? બંનેના જવાબથી લોકોના મોઢે તાળા વાગ્યા!
સિરાજનું નામ આશા ભોંસલેની પૌત્રી જનાઈ સાથે પણ જોડાયું હતું
નવેમ્બર 2024માં, સિરાજે માહિરાના ફોટો લાઈક કર્યા હતા. ત્યારથી આ અફેરના સમાચારોએ જોર પકડ્યું છે. સૂત્રોનો દાવો છે કે, તેઓ હાલમાં એકબીજાને ઓળખી રહ્યા છે. માહિરા એક્ટર પારસ છાબડાને ડેટ કરી ચૂકી છે. તેમનો પ્રેમ BB 13માં તેમનો પ્રેમ પરવાન ચઢ્યો હતો. હવે તેમનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ સિરાજનું નામ આશા ભોંસલેની પૌત્રી જનાઈ સાથે જોડાયું હતું. બાદમાં ક્રિકેટરે જણાવ્યું કે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ છે.