Get The App

LIVE મેચમાં ક્રિકેટર ઇમરાન પટેલનું મોત: અચાનક જ છાતીમાં થયો હતો દુ:ખાવો, હૃદય કંપાવે તેવા દૃશ્યો વાયરલ

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Imran Patel Dies in Stadium


Imran Patel Dies in Stadium: ક્રિકેટ સ્ટેડિયમ પર બનતાં અકસ્માતો ક્યારેક ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂણેમાં એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 35 વર્ષીય ક્રિકેટર ઇમરાન પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 

બેટિંગ કરતી વખતે છાતીમાં દુખાવો શરુ થયો 

28 નવેમ્બરના રોજ ગરવારે સ્ટેડિયમ ખાતે લકી બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સ અને યંગ ઈલેવન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. ઇમરાન પટેલ લકી બિલ્ડર્સ ટીમનો કૅપ્ટન અને ઓપનિંગ બેટર હતો. મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે ઇમરાનને છાતી અને હાથમાં ભારે દુખાવો થયો હતો.

લાઇવ મેચ દરમિયાન થયું મૃત્યુ 

લાઇવ મેચમાં ઇમરાન પટેલે છાતીમાં દુખાવો થવાની જાણકારી અમ્પાયરોને આપી હતી. જે બાદ અમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી, પરંતુ ઇમરાન પેવેલિયન તરફ જતો હતો તે વખતે જ તે મેદાનમાં જ બેભાન થઈને પડી ગયો હતો. આ જોઈને તેની ટીમના સાથીઓ તેની તરફ દોડ્યા અને તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર અને મિત્રો આઘાતમાં 

ઇમરાનના નિધનથી તેના મિત્રો અને સાથી ખેલાડીઓ આઘાતમાં છે. ઇમરાન ઓલરાઉન્ડર હતો અને ખેલાડી તરીકે ઘણો ફિટ હતો. ઇમરાનના પરિવારમાં તેની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. 

ક્રિકેટમાં સુરક્ષા પર સવાલ 

આ ઘટનાએ ફરી એકવાર ક્રિકેટમાં ખેલાડીઓની સુરક્ષા અને ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂરિયાત ઉજાગર કરી છે. અગાઉ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુજીસના મૃત્યુથી પણ રમતમાં સુરક્ષા સાધનોને મજબૂત કરવા તરફ મોટા ફેરફારો થયા હતા.

LIVE મેચમાં ક્રિકેટર ઇમરાન પટેલનું મોત: અચાનક જ છાતીમાં થયો હતો દુ:ખાવો, હૃદય કંપાવે તેવા દૃશ્યો વાયરલ 2 - image



Google NewsGoogle News