મહારાષ્ટ્ર સરકારે સુનીલ ગાવસ્કરને આપ્યો મોટો ઝટકો, હવે અજિંક્ય રહાણેને સોંપ્યો 36 વર્ષ જૂનો પ્લોટ, જાણો સમગ્ર વિવાદ
Image: Facebook
Maharashtra Government: મહારાષ્ટ્ર મંત્રીમંડળે સોમવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસિત કરવા માટે 2,000 વર્ગ મીટર જમીનને દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણેને લીઝ પર આપવાની મંજૂરી આપી દીધી. આ પ્લોટ સુનીલ ગાવસ્કરને 1988માં એક ઈન્ડોર તાલીમ એકેડેમી સ્થાપિત કરવા માટે ફાળવવામાં આવ્યો હતો પરંતુ તે તેનો ઉપયોગ કરી શક્યો નહીં.
એક અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર કેબિનેટે અત્યાધુનિક રમત સુવિધાઓ વિકસિત કરવા માટે ક્રિકેટર રહાણેને 30 વર્ષના લીજ પર જમીન સોંપવાના મહેસૂલ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
ખોટો ઉપયોગ થઈ રહ્યો છે
આ પ્લોટ પહેલા ગાવસ્કરને એક ઈન્ડોર ક્રિકેટ તાલીમ એકેડેમી વિકસિત કરવા માટે ફાળવવામાં આવ્યો હતો. વિકાસની અછતના કારણે સરકારે આ જમીનને ફરીથી મેળવી લીધી. આ પ્લોટ ખરાબ સ્થિતિમાં છે અને ઝૂંપડીવાસી તેનો ઉપયોગ અયોગ્ય કામ માટે કરી રહ્યાં છે.
રહાણે પર મોટી જવાબદારી
લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર રહાણે પર મોટી જવાબદારી આવી છે. સરકારે તેની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લાંબા સમયથી સરકાર આ કામ પૂરુ થવાની રાહ જોતી હતી પરંતુ ગાવસ્કર આ જવાબદારીને નિભાવી શક્યો નહીં. રહાણેની પાસે વર્ષોથી અધૂરા પડેલા આ કામને પૂરુ કરવાની તક છે. રહાણે અત્યારે માત્ર ઘરેલૂ ક્રિકેટ રમી રહ્યો છે.