Get The App

IPL 2024 પહેલા અયોધ્યા પહોંચી આ ટીમ, કેશવ મહારાજે પણ કર્યા રામલલાના દર્શન: જુઓ તસવીર

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
IPL 2024 પહેલા અયોધ્યા પહોંચી આ ટીમ, કેશવ મહારાજે પણ કર્યા રામલલાના દર્શન: જુઓ તસવીર 1 - image


IPL 2024: આઈપીએલની 17મી સીઝન 22મી માર્ચથી શરુ થઈ રહી છે. આઈપીએલ માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. આ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ (LSG)ની ટીમ અયોધ્યા પહોંચી હતી. જોન્ટી રોડ્સ, જસ્ટિન લેંગર, આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજ અને રવિ બિશ્નોઈએ રામલલ્લાના દર્શન કર્યો હતો. 

આઈપીએલમાં ટીમની સફળતા માટે આશીર્વાદ માગ્યા

ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજે રામલલાના દર્શન કર્યા હતા. આ વખતે તે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ તરફથી રમશે. એલએસજી કોચ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જસ્ટિન લેંગર અને પૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સે મેચ પહેલા રામલલાના દર્શન કરીને આઈપીએલમાં ટીમની સફળતા માટે આશીર્વાદ માગ્યા. 34 વર્ષીય કેશવ મહારાજે દક્ષિણ આફ્રિકા માટે 50 ટેસ્ટ અને 44 વનડે રમી છે અને અનુક્રમે 158 અને 55 વિકેટ લીધી છે. તે સારી બેટિંગ પણ કરે છે. 24મી જાન્યુઆરીએ જયપુરમાં લખનઉ સુપર જાયન્ટ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે.

IPL 2024 પહેલા અયોધ્યા પહોંચી આ ટીમ, કેશવ મહારાજે પણ કર્યા રામલલાના દર્શન: જુઓ તસવીર 2 - image

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં આ દિગ્ગજ ક્રિકેટરો પહોંચ્યા હતા

22મી જાન્યુઆરીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, ​​અનિલ કુંબલે, અજય જાડેજા, વેંકટેશ પ્રસાદે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સમારોહમાં હાજરી આપી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી હસ્તીઓની આસ્થાના કેન્દ્રમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. 


Google NewsGoogle News