IPL 2024: લખનઉની નજર પ્રથમ જીત પર રહેશે, હોમગ્રાઉન્ડ પર પંજાબ સામે આજે થશે ટક્કર

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
IPL 2024: લખનઉની નજર પ્રથમ જીત પર રહેશે, હોમગ્રાઉન્ડ પર પંજાબ સામે આજે થશે ટક્કર 1 - image


LSG vs PBKS : IPL 2024ની 11મી મેચ આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સૌની નજર લખનઉના કેપ્ટન કે.એલ રાહુલ પર રહેશે જેના માટે આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપ પહેલા આ સિઝન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લખનઉને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો લખનઉ પંજાબ કિંગ્સ સામે જીતના માર્ગે પરત ફરવા માંગે છે, તો તેણે આ ટીમ સામે દરેક વિભાગમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. પંજાબે સિઝનની શરૂઆત દિલ્હી કેપિટલ્સ સામે જીત સાથે કરી હતી, પરંતુ આગલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે જ્યારે લખનઉ છેલ્લા સ્થાને છે. શિખર ધવનની આગેવાની હેઠળની PBKSની ટીમ પણ અગાઉની હાર ભૂલીને આ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.

કે.એલ રાહુલ પર રહેશે નજર

લખન સુપર જાયન્ટ્સના પ્લેઇંગ-11ની વાત કરીએ તો કે.એલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક LSG માટે બેટિંગની શરૂઆત કરી શકે છે. આ પછી દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન અને દીપક હુડા જેવા બેટર હશે. આ ઉપરાંત કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઇનિસ ઓલરાઉન્ડરની ભૂમિકામાં જોવા મળી શકે છે. જ્યારે બોલિંગની જવાબદારી રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન અને યશ ઠાકુર પર રહેશે.

જોની બેયરસ્ટોની જગ્યાએ સિકંદર રઝાને તક મળી શકે

પંજાબ કિંગ્સ માટે શિખર ધવન અને પ્રભસિમરન સિંહ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન અને જીતેશ શર્મા જેવા બેટરને પ્લેઈંગ-11માં સામેલ કરી શકાય છે. ઉપરાંત આ પ્લેઇંગ-11માં જોની બેયરસ્ટોની જગ્યાએ સિકંદર રઝાને તક આપી શકાય છે. હરપ્રીત બ્રાર, કાગિસો રબાડા, હર્ષલ પટેલ અને રાહુલ ચાહર બોલિંગની જવાબદારી લેશે.

હોમ ગ્રાઉન્ડ પર LSGનું શાનદાર પ્રદર્શન રહ્યું

લખનઉ સુપર જાયન્ટ્સ તે ટીમોમાંની એક છે જેનું પ્રદર્શન હોમ ગ્રાઉન્ડ પર સારું છે, પરંતુ ઘરની બહાર આ ટીમ પ્રભાવિત કરવામાં અસમર્થ રહી છે. જો કે પંજાબ સામેની આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર જ રમાનાર છે. IPLની છેલ્લી સિઝનમાં બેટિંગ માટે અનુકુળ પિચ પર લખનઉના ફાસ્ટ બોલરોએ પ્રતિ ઓવર 7.66 રન આપ્યા હતા, જે IPL 2023માં હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી રહેલી અન્ય ટીમોની સરખામણીમાં શ્રેષ્ઠ હતા. પરંતુ તેનાથી વિપરિત લખનઉના બોલરોનું હોમ ગ્રાઉન્ડની બહાર પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. હોમ ગ્રાઉન્ડની બહાર લખનઉના બોલરોએ પ્રતિ ઓવર 10.11 રન આપ્યા હતા, જે ફાટસ બોલિંગ એટેકમાં સૌથી વધુ હતા.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

લખનઉ સુપર જાયન્ટ્સ

કે.એલ રાહુલ (C), ક્વિન્ટન ડી કોક (wkt), દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન, યશ ઠાકુર

પંજાબ કિંગ્સ

શિખર ધવન (C), પ્રભસિમરન સિંહ, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા (wkt), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, કાગિસો રબાડા, હર્ષલ પટેલ, રાહુલ ચહર

IPL 2024: લખનઉની નજર પ્રથમ જીત પર રહેશે, હોમગ્રાઉન્ડ પર પંજાબ સામે આજે થશે ટક્કર 2 - image


Google NewsGoogle News