Get The App

કોહલીની કમજોરી પકડાઇ! વિરાટની વિકેટ ઝડપી LSGના બોલરે કોચને કરેલો વાયદો પૂરો કર્યો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
કોહલીની કમજોરી પકડાઇ! વિરાટની વિકેટ ઝડપી LSGના બોલરે કોચને કરેલો વાયદો પૂરો કર્યો 1 - image
Image:IANS

Manimaran Siddharth : IPL 2024ની 15મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉએ 28 રનથી બેંગ્લોરને હરાવ્યું હતું. લખનઉની આ જીતમાં તેના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં યુવા ફાસ્ટ બોલર મયંક યાદવએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સનો અન્ય એક યુવા સ્પિનર હાલ ચર્ચામાં છે. આ યુવા સ્પિનરે ગઈકાલે રમાયેલી મેચમાં વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. આ વિકેટ સાથે તેણે પોતાના કોચને આપેલું વચન પણ પૂરું કર્યું હતું.

સિદ્ધાર્થે પૂરું કર્યું પોતાનું વચન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના યુવા સ્પિનર એમ. સિદ્ધાર્થએ RCBના સ્ટાર બેટર વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. RCB સામેની જીત બાદ લખનઉએ તેના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમના કોચ જસ્ટિન લેંગર ખેલાડીઓને સંબોધિત કરી રહ્યા છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે મણિમરણ સિદ્ધાર્થે પોતાનું વચન પૂરું કર્યું.

વિરાટની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો

સિદ્ધાર્થ જ્યારે RCB સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે જસ્ટિન લેંગરે તેને આર્મ બોલ ફેંકતા જોયો હતો. સિદ્ધાર્થને આવું કરતા જોઈ લેંગરે તરત જ પૂછ્યું કે શું તે વિરાટ કોહલીની વિકેટ લેશે. સિદ્ધાર્થે પોતાના કોચને વચન આપ્યું અને કહ્યું 'યસ સર', પછી મેચમાં જે થયું તે આખી દુનિયાએ જોયું. જણાવી દઈએ કે વિરાટ કોહલી હંમેશા આર્મ બોલ સામે સમસ્યા અનુભવે છે. મણિમરણ સામે પણ આ જ જોવા મળ્યું અને વિરાટે સરળતાથી તેનો કેચ આપી દીધો હતો.

કોહલીની કમજોરી પકડાઇ! વિરાટની વિકેટ ઝડપી LSGના બોલરે કોચને કરેલો વાયદો પૂરો કર્યો 2 - image


Google NewsGoogle News