Get The App

IPL 2024 : 'ગુજરાતીઓ' સામે પહેલી જીતની તલાશમાં 'લખનઉના નવાબો', ગિલ-મયંક વચ્ચે જામશે મુકાબલો

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
IPL 2024 : 'ગુજરાતીઓ' સામે પહેલી જીતની તલાશમાં 'લખનઉના નવાબો', ગિલ-મયંક વચ્ચે જામશે મુકાબલો 1 - image


GT vs LSG : IPL 2024માં ચાહકોને આજે ડબલ હેડર મેચ જોવા મળશે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. જયારે લખનઉ અને ગુજરાત વચ્ચે આજે સાંજે લખનઉમાં મેચ રમાશે. કે.એલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ત્રણ મેચમાં બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમ બે મેચ જીતી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે, કારણ કે છેલ્લી મેચમાં લખનઉ જીત્યું છે અને ગુજરાતની ટીમ હારીને અહીં પહોંચી છે.

હેડ ટુ હેડ

ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે IPLમાં કુલ 4 મેચ રમાઈ છે. આ 4 મેચમાં ગુજરાત ટાઇટન્સે દરેક મેચ જીતી છે. બંને વચ્ચેની છેલ્લી ગેમમાં શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તે મેચમાં ગિલે 51 બોલમાં 94 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે તે મેચમાં 2 વિકેટના નુકસાને 227નો સ્કોર કર્યો અને 56 રનથી જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત ટાઈટન્સના નવા કેપ્ટન અને સ્ટાર બેટર શુભમન ગિલ અને લખનઉ સુપર જાયન્ટ્સના સ્ટાર ફાસ્ટ બોલર મયંક યાદવ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે.

ફાસ્ટ બોલરને મળી રહી છે પિચથી મદદ

ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સ્થિત ઈકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવે છે. સ્પિનરોની અસર ઘણીવાર મેચનું પરિણામ નક્કી કરે છે. આવી સ્થિતિમાં અહીં બેટિંગ કરવી આસાન નહીં હોય, કારણ કે કાળી માટીની પિચ પર બોલ પકડ મેળવે છે અને ધીમી ગતિએ આવે છે. જો કે જેમ જેમ રમત આગળ વધે છે તેમ પિચ ચપટી બને છે, જે બેટિંગની સારી સ્થિતિ પૂરી પાડે છે. આ પિચ પર અત્યાર સુધી રમાયેલી 8 IPL મેચોમાંથી 5માં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. ઈકાના સ્ટેડિયમની પિચ છેલ્લી કેટલીક મેચોમાં ફાસ્ટ બોલરોને મદદ કરી રહી છે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

ગુજરાત ટાઈટન્સ

શુભમન ગિલ (C), રિદ્ધિમાન સાહા (wkt), કેન વિલિયમસન/ડેવિડ મિલર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, નાલકંદે

લખનઉ સુપર જાયન્ટ્સ

કે.એલ રાહુલ (C), ક્વિન્ટન ડી કોક (wkt), દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ

IPL 2024 : 'ગુજરાતીઓ' સામે પહેલી જીતની તલાશમાં 'લખનઉના નવાબો', ગિલ-મયંક વચ્ચે જામશે મુકાબલો 2 - image


Google NewsGoogle News