LSG vs DC : એડમ માર્કરામની ઓલરાઉન્ડર મહેનત એડે ગઈ, દિલ્હીએ લખનૌને હરાવ્યું, રાહુલ-પોરલ-મુકેશ કુમાર છવાયા
IPL 2025 LSG vs DC : આઈપીએલ-2025માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીની ટીમનો 8 વિકેટે વિજય થયો છે. લખનૌએ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમે 17.5 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 161 રન કરી જીત મેળવી લીધી છે. આજની મેચમાં અભિષેક પોરલ અને કે.એલ.રાહુલે દમદાર બેટીંગ કરી હતી, જેના કારણે દિલ્હી ટીમ જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવામાં સફળ થયું છે.
લખનૌ : એડમ માર્કરામની ફિફ્ટી એડે ગઈ
લખનઉ તરફથી એડન માર્કરામે સૌથી વધુ 33 બોલમાં ત્રણ સિક્સ અને બે ફોર સાથે 52 રન નોંધાવ્યા હતા. જ્યારે મિશેલ માર્સે 45, અયુષ ભદોનીએ 36, ડેવિડ મિલરે અણનમ 14, નિકોલસ પુરને 9, અબ્દુલ સામેદે 2 રન નોંધાવ્યા હતા. જ્યારે સુકાની રિશભ પંત શૂન્ય રને આઉટ થયો હતો.
એડમ માર્કરામ સિવાય તમામ બોલરો નિષ્ફળ
લખનઉની ટીમ તરફથી એક માત્ર એડમ માર્કરામે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે બેટિંગમાં ફિફ્ટી ફટકારવા ઉપરાંત દિલ્હીની બે વિકેટ ઝડપી હતી. જ્યારે લખનઉની ટીમના અન્ય બોલરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.
પોરલ-રાહુલને કરી કમાલ
દિલ્હીની ટીમ તરફથી કે.એલ.રાહુલે 42 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 57 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલા અભિષેક પોરલે 36 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 51 રન બનાવ્યા હતા. જ્યારે કરુણ નાયરે 15 અને અક્ષર પટેલે 20 બોલમાં એક ફોર અને ચાર સિક્સ સાથે અણનમ 34 રન નોંધાવ્યા હતા.
આ પણ વાંચો : T20 ક્રિકેટનો 'સ્ટાર' બન્યો શુભમન ગિલ, વિરાટ કોહલીનો મહારેકોર્ડ ધ્વસ્ત
દિલ્હીનો બોલર મુકેશ કુમાર છવાયો
દિલ્હી તરફથી મુકેશ કુમારે શ્રેષ્ટ બોલિંગ કરી હતી અને તેણે ચાર ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મિશેલ સ્ટાર્ક અને ડી.ચમીરાએ એક-એક વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ ટેબલમાં દિલ્હી બીજા ક્રમે
આ પહેલા દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને ટીમને ફળ્યો છે. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં ગુજરાત બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ : અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંતા ચમીરા, મુકેશ કુમાર
ઈમ્પેક્ટ સબ્સ: જેક ફ્રેઝર મેકગર્ક, સમીર રિઝવી, ડોનોવેરા ફરેરા, માધવ તિવારી, ત્રિપુર્ણા વિજય
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અબ્દુલ સમદ, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, પ્રિન્સ યાદવ
ઈમ્પેક્ટ સબ્સ: આયુષ બદોની, મયંક યાદવ, શાહબાઝ અહેમદ, મેથ્યુ બ્રીટ્ઝકે, હિંમત સિંહ
આ પણ વાંચો : KKRને 'મોંઘા' પડ્યા આ 3 ખેલાડી, 50 કરોડ રૂપિયા આપ્યા પણ મેદાન પર દેખાવ 'શૂન્ય'