Get The App

માહીનો વધુ એક મહારેકોર્ડ: ધોનીએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર એકમાત્ર વિકેટકીપર

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
માહીનો વધુ એક મહારેકોર્ડ: ધોનીએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર એકમાત્ર વિકેટકીપર 1 - image


Mahendra Singh Dhoni Created History: IPL 2024માં 19 એપ્રિલના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનઉએ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 176/6નો સ્કોર કર્યો હતો જેને લખનઉએ 8 વિકેટથી ચેઝ કર્યો હતો.

ધોનીએ રચ્યો ઈતિહાસ

LSGના કેપ્ટન કેએલ રાહુલે ધમાકેદાર ઈનિંગ રમતા 53 બોલમાં 82 રન કર્યા હતા. બીજી તરફ આ મેચમાં ધોનીનો પણ સ્વેગ જોવા મળ્યો હતો. માહીએ માત્ર 9 બોલમાં તાબડતોડ 28 રન કરીને રંગ જમાવ્યો હતો. ધોનીએ પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા, આમ તેનો સ્ટ્રાઈક રેટ 311.11નો રહ્યો હતો. આ ઈનિંગના કારણે 42 વર્ષીય ધોનીએ એક માઈલસ્ટોન પણ પોતાના નામે કરી લીધો છે. માહી IPLમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે 5000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

પોતાની ઈનિંગ દરમિયાન ધોનીએ 20મી ઓવરમાં યશ ઠાકુરની બોલ પર 101 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો, જે જોવા લાયક હતો. ધોનીની IPL કરિયર વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે 257 મેચમાં 5,169 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 39.45 હતી અને સ્ટ્રાઈક રેટ 136.99 હતો. IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 24 અડધી સદી ફટકારી છે.



Google NewsGoogle News