Get The App

શરમજનક! ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમના ચાર સૌથી ઓછા સ્કોર

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
શરમજનક! ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમના ચાર સૌથી ઓછા સ્કોર 1 - image


Lowest Total of Indian Team: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 46 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. ત્યારે આપણે એવી અગાઉની ત્રણ મેચની વાત કરીશું, જેમાં ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં સૌથી ઓછા સ્કોર બનાવીને આઉટ થઈ છે...

એડિલેડમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 36 રન બનાવ્યા હતા 

વર્ષ 2020માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. ટુર્નામેન્ટની એક મેચ એડિલેડમાં રમાઈ હતી. જ્યાં ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 244 રન બનાવવામાં સફળ રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ફેન્સને આશા હતી કે પ્રથમ દાવના આધારે 53 રનની લીડ ધરાવતી ટીમ ઇન્ડિયા એડિલેડમાં પોતાનો ઝંડો ફરકાવશે, પરંતુ જ્યારે બેટિંગ શરૂ થઈ ત્યારે કાંગારૂઓ સામે ભારતીય બેટર માત્ર 36 રનમાં જ ઢળી પડ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે.

લોર્ડ્સમાં ભારત માત્ર 42 રન જ બનાવી શક્યું હતું

વર્ષ 1974માં લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જ્યાં ભારતને ઇનિંગ્સ અને 285 રનના મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડે 629 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 302 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ વિપક્ષી ટીમે ભારતને ફોલોઓન રમવા માટે આમંત્રણ આપ્યું હતું. આ વખતે ભારતીય ટીમની હાલત ખરાબ હતી અને આખી ટીમ 42 રનમાં સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: IND vs NZ: ગંભીર અને રોહિતથી થઈ આ ત્રણ મોટી ભૂલ, 46 રન પર પવેલિયન ભેગી થઈ ટીમ

ટીમ ઈન્ડિયા 58 રનમાં સમેટાઈ ગઈ 

ભારતીય ટીમ 58 રનમાં પણ સમેટાઈ ગઈ છે. 1947માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. જ્યાં યજમાન ટીમે તેનો પ્રથમ દાવ 382/8 રને ડિકલેર કર્યો હતો. જે બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા માત્ર 58 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં પણ ફોલોઓન રમતી ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ 98 રનમાં આઉટ થઈ ગઈ હતી.

શરમજનક! ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમના ચાર સૌથી ઓછા સ્કોર 2 - image



Google NewsGoogle News