VIDEO : 6,6,4,6,4,6,4,6... તોફાની બેટરે રેકોર્ડબુક હચમચાવી, એક ઓવરમાં 43 રન ફટકાર્યા
Louis Kimber hits 43 runs in Ollie Robinson 1 Over : ક્રિકેટ જ અનિશ્ચિતતાઓની રમત છે એ બધા જ જાણે છે. તાજેતરનો મામલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી સામે આવ્યો છે જ્યાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિન્સને એક જ ઓવરમાં 43 રન લુટાવ્યાં. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસની બીજી સૌથી મોંઘી ઓવર ફેંકવાનો અણગમતો રેકોર્ડ નોંધાયો છે. લીસેસ્ટરશરના લુઈસ કિમ્બર નામના તોફાની બેટરે તેની ધોલાઈ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ઓલી રોબિન્સન સસેક્સ માટે રમી રહ્યો હતો.
કેવી રીતે બન્યો રેકોર્ડ?
30 વર્ષના જમણાં હાથના બોલર રોબિન્સને ઈંગ્લેન્ડ માટે 2021માં પર્દાપણ સાથે 20 ટેસ્ટ રમી હતી. હોવમાં સસેક્સ માટે રમતી વખતે લીસેસ્ટરશર સામે ડિવિઝન બે મેચમાં તેની ઓવર પૂરી કરવા માટે તેણે કુલ 9 બોલ ફેંકવા પડ્યા જેના પર 43 રન બન્યા હતા. લુઈસ કિમ્બરે રોબિન્સનને 5 છગ્ગા (3 નો બોલ પર), 3 ચોગ્ગા અને એક રન સાથે 43 રન બનાવ્યા હતા. આ લીસેસ્ટરની બીજી ઇનિંગની 59મી ઓવર હતી ત્યારે કિમ્બર 56 બોલમાં 72 રન બનાવી રમતમાં હતો. લીસેસ્ટરે સસેક્સને 446 રનનું લક્ષ્ય આપ્યું હતું. રોબિન્સનની ઓવરના અંતે કિમ્બર 65 બોલમાં 109 રને પહોંચી ગયો હતો.
રોબિન્સનની એક ઓવરમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
રોબિન્સન 13મી ઓવર ફેંકવા આવ્યો હતો જેમાં 6,6,4,6,4,6,4,6 અને 1 રન સાથે કુલ 43 રન બન્યા હતા. આ ઓવરમાં તેણે 3 નો બોલ ફેંક્યા હતા. આ રીતે રોબિન્સને ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન લુંટાવવાનો રેકોર્ડ પણ બ્રેક કર્યો. તેણે અગાઉ ટેસ્ટના ઝડપી બોલર એલેક્સ ટ્યૂડરના 1 ઓવરમાં 38 રનનો રેકોર્ડ તોડી નાખ્યો.
1990માં જ્યારે 1 ઓવરમાં 77 રન બન્યાં
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર 1990માં નાખવામાં આવી હતી. વેલિંગ્ટન અને કેંટરબરી વચ્ચે શેલ ટ્રોફી મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓફ બ્રેક બોલર વર્ટ વાંસે 77 રન બનાવ્યા હતા જેણે એ ઓવરમાં 17 નો બોલ ફેંક્યા હતા.