IPLમાં એક નિયમના કારણે હારી ગયું, નહીંતર સરળતાથી જીતી ફાઈનલમાં પહોંચી હોત રાજસ્થાન

Updated: May 25th, 2024


Google NewsGoogle News
IPLમાં એક નિયમના કારણે હારી ગયું, નહીંતર સરળતાથી જીતી ફાઈનલમાં પહોંચી હોત રાજસ્થાન 1 - image


Image: Facebook

RR vs SRH: IPL 2024ની બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને સનરાઈઝર્સ હૈદરાબાદની સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે જ રાજસ્થાન માટે ટ્રોફીની રેસ ખતમ થઈ ગઈ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 26 મે એ કોલકાતા નાઈટ રાઈડર્સની સાથે ફાઈનલ રમશે. આઈપીએલ 2024ના પહેલા હાફ સુધી રાજસ્થાન રોયલ્સે પોઈન્ટ ટેબલમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો પરંતુ હવે તે ટ્રોફીની રેસથી જ બહાર થઈ ગઈ છે. જ્યારે હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 175 બનાવ્યા તો લાગ્યુ કે રાજસ્થાન માટે આ લક્ષ્ય સરળ હશે પરંતુ રાજસ્થાનને એક નિયમના કારણે હાર વેઠવી પડી છે.

કયા નિયમે મેચનું પાસુ પલટી દીધુ

સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાનની સામે જીત માટે 176 રનનું સરળ લક્ષ્ય રાખ્યું હતું પરંતુ રાજસ્થાન રોયલ્સ તેને પ્રાપ્ત કરી શક્યું નહીં. રાજસ્થાનને જે નિયમના કારણે હારનો સામનો કરવો પડ્યો તે નિયમ ઈમ્પેક્ટ પ્લેયર રુલ છે. હૈદરાબાદના એક ખેલાડીએ રાજસ્થાન રોયલ્સની કમર તોડી દીધી, જે ટોસ દરમિયાન હૈદરાબાદની ટીમનો ભાગ નહોતો. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે બાદમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે શાહબાજ અહમદને ટીમમાં સામેલ કરી દીધો. ખેલાડીએ બેટિંગમાં સાથ આપ્યો અને બોલિંગથી રાજસ્થાનના બેટ્સમેનોની કમર તોડી દીધી. આ કારણે તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. જો આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ન હોત તો કદાચ આ મેચ રાજસ્થાનના નામે હોત. 


Google NewsGoogle News