Get The App

મારા કરિયરનો અંત હવે દૂર નથી! KL રાહુલે રીટાયરમેન્ટ અંગે ખુલાસો કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
LOKESH RAHUL


Lokesh Rahul: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કેએલ રાહુલની કારકિર્દીમાં હાલ ઘણી બધી ઉથલપાથલ ચાલી રહી છે. ભારતની  T-20 ટીમમાંથી તેનું પત્તું કપાયું છે. આઈપીએલમાં તેની કારકિર્દી પર એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. આવી સ્થિતિમાં રાહુલે પોતે ઈશારો કરતા કહ્યું છે કે તે જાણે છે કે તેની કારકિર્દીનો અંત બહુ દૂર નથી.

IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરનારા રાહુલે કબુલાત કરી હતી કે, ખેલાડીઓની કારકિર્દી લાંબી હોતી નથી. નિતિન કામથના પોડકાસ્ટ પર તેણે કહ્યું હતું કે, "કોઈ અસુરક્ષા નથી, પરંતુ એક એવી લાગણી છે કે એક દિવસ આ બધું ખતમ થઈ જશે અને મારા માટે તે ખૂબ જ ઝડપથી થઈ જશે." જો તમે ફિટ હોવ, તો તમે 40 વર્ષ સુધી રમી શકો છો. MS ધોની 43 વર્ષની ઉંમરે પણ રમી રહ્યો છે. એકે સમય પછી તમે આઈપીએલ રમી શકો છો પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં. "

રાહુલે કહ્યું કે એક દિવસ તો તેને સંન્યાસ લેવાનો જ છે અને તેણે પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે કે તે નિવૃતિ બાદ શું કરશે. એક સમયે ભારતના ટોચના બેટર અહીં ચૂકેલા ખેલાડીએ કહ્યું કે જ્યારે તે 30 વર્ષનો થયો ત્યારે તેને અહેસાસ થયો કે તેની કારકિર્દી હવે વધુમાં વધુ 10 વર્ષની રહી છે.

રાહુલે કહ્યું કે જ્યારે તે 30 વર્ષનો થયો ત્યારે ચિંતાએ તેને ઘેરી લીધો હતો. "મારા માટે, જ્યારે હું 30 વર્ષનો થયો ત્યારે મને ચિંતા થવા માંડી હતી. હું મારી કારકિર્દીનો અંત જોઈ શકતો હતો. હું 29 વર્ષનો થયો ત્યાં સુધી મને કંઈપણ ચિંતા નહોતી. મારા 30મા જન્મદિવસ પર કંઈક વિચિત્ર બન્યું. હું જોઈ શકતો હતો કે હવે મારી પાસે 10 વર્ષ છે, તેનાથી મને ચિંતા થઇ હતી.''


Google NewsGoogle News