Get The App

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 1 - image


Lok Sabha Speaker XI vs Rajya Sabha Speaker XI Match : ટીબીના રોગ અંગે જાગૃતિ વધારવાના ધ્યેય સાથે સાંસદો વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં લોકસભા અધ્યક્ષ ઈલેવનની ટીમનો રાજ્યસભા અધ્યક્ષ ઈલેવનની ટીમ સામે 73 રને વિજય થયો છે. લોકસભા ઈલેવન તરફથી અનુરાગ ઠાકુરે ધમાકેદાર બેટિંગ કરી સદી ફટકારી છે. આ ઉપરાંત લોકસભા ઈલેવન તરફથી દીપેન્દ્ર હુડ્ડાએ પણ શાનદાર બોલિંગ કરી છે, જે માટે તેમને બેસ્ટ બોલર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો છે. લોકસભાની ટીમે પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત 20 ઓવરમાં 251 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જેના જવાબમાં રાજ્યસભાની ટીમ માત્ર 178 બનાવી શકી હતી.

અઝહરુદ્દીને સૌથી વધુ 74 રન ફટકાર્યા

રાજ્યસભા ઈલેવનના બેટર મોહમ્મદ અઝહરુદ્દીને સૌથી વધુ 74 રન ફટકાર્યા છે. તેમને કોંગ્રેસ સાંસ દીપેન્દ્ર સિંહ હુડ્ડા (Deepender Singh Hooda)એ આઉટ કર્યા છે. આ ઉપરાંત સુકાની કિરણ રિજિજુ માત્ર એક રન બનાવી શક્યા છે. એન.ડાંગીએ 28 રન, સુધાકરને 27 રન બનાવ્યા છે. લોકસભાની ટીમે જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે રાજ્યસભાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 178 રન બનાવી શકી છે. આમ લોકસભાની ટીમે 73 રનથી મેચ જીતી લીધી છે. લોકસભા ઈલેવનના બોલર નિશિકાંત દુબેએ બે વિકેટ ઝડપી છે.

અનુરાગ ઠાકુરે 65 બોલમાં અણનમ 111 રન કર્યા

લોકસભા ઈલેવન તરફથી રમી રહેલા મનોજ તિવારીએ છ બોલમાં 13 રન બનાવ્યા છે. દીપેન્દ્ર હુડ્ડાએ 6 રન, ચંદ્રશેખર આઝાદે 54 રન નોંધાવ્યા છે. અનુરાગ ઠાકુરે 65 બોલમાં અણનમ 111 રન કર્યા છે. જ્યારે રાજ્યસભા તરફથી કિરણ રિજિજુએ ચાર ઓવરમાં 57 રન આપી એક વિકેટ ખેરવી છે. સૌમિત્ર ખાને બે ઓવરમાં 20 રન આપી એક વિકેટ ઝડપી છે. રવિ કિશરને એક ઓવરમાં 17 રન આપી એક વિકેટ મેળવી છે. કમલેશ પાસવાને ત્રણ ઓવરમાં 26 રન આપ્યા હતા અને તેમણે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા છે. આ ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ એક ઓવર બોલિંગ કરી હતી અને તેમણે એક વિકેટ પાડવામાં સફળતા મેળવી છે.

‘ટીબી મુક્ત જાગૃતતા ક્રિકેટ મેચ’

લોકસભા અધ્યક્ષ ઈલેવન અને રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન વચ્ચે રમાયેલી મેચને ‘ટીબી મુક્ત જાગૃતતા ક્રિકેટ મેચ’ નામ અપાયું છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર (Anurag Thaku) લોકસભા ટીમના સુકાની હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ (Kiren Rijiju) રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન ટીમના કેપ્ટન હતા. અનુરાગ ઠાકુરે જીત બાદ કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં ટીબીથી થતો મૃત્યુદર 38 ટકા ઘટ્યો છે. નવા કેસ પણ લગભગ 18 ટકા ઘટ્યા છે. જોકે હજુ પણ આપણે જાગૃતિ કેળવવાની જરૂર છે. ટીબી હજુ પણ એક કલંક છે, તેથી આપણે બધાને કહેવું પડશે કે, ટીબીની સારવાર સંભવ છે. સરકાર મફત દવાઓ આપે છે. 

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 2 - image

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 3 - image

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 4 - image

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 5 - image

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 6 - image

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 7 - image

VIDEO: ક્રિકેટના મેદાનમાં ઉતર્યા નેતાઓ: અનુરાગ ઠાકુરે સદી ફટકારી, કોંગ્રેસ નેતાને બેસ્ટ બોલરનો ઍવોર્ડ 8 - image


Google NewsGoogle News