લિયોનેલ મેસ્સી આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડથી સન્માનિત, ટ્રોફી જીતનાર પ્રથમ MLS ખેલાડી

મેસ્સીએ આર્જેન્ટિનાને ગત વર્ષે ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
લિયોનેલ મેસ્સી આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડથી સન્માનિત, ટ્રોફી જીતનાર પ્રથમ MLS ખેલાડી 1 - image
Image : twitter

Lionel Messi Wins Ballon d'Or 2023 Award : આર્જેન્ટિના (Argentina)ના કેપ્ટન અને ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી (most prestigious award) સન્માનિત થયો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ મેસ્સી બેલોન ડી'ઓર એવોર્ડ જીતનાર પ્રથમ MLS ખેલાડી બન્યો છે.

મેસ્સીએ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી

લિયોનેલ મેસ્સી પેરિસના થિયેટર ડુ ચેટલેટ ખાતે ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી'ઓર એવોર્ડ આઠમી વખત જીત્યો છે. મેસ્સીએ નોર્વેના UEFA પ્લેયર ઓફ ધ યર એરલિંગ હાલેન્ડ અને માન્ચેસ્ટર સિટીના ત્રણ વખતના વિજેતા ગેર્ડ મુલરને હરાવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. મેસ્સીએ ગયા વર્ષે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાને 36 વર્ષમાં તેનું પ્રથમ ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અગાઉ મેસ્સી 2009, 2010, 2011, 2012, 2015, 2019 અને 2021માં આ એવોર્ડ જીતી ચૂક્યો છે.

જાણો બેલોન ડી'ઓર એવોર્ડ કેટલો ખાસ છે

ઉલ્લેખનીય છે કે બેલોન ડી'ઓર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે, જે વ્યક્તિગત ખેલાડીને આપવામાં આવતું સન્માન છે. તે દર વર્ષે ફૂટબોલ ક્લબ અને રાષ્ટ્રીય ટીમના ખેલાડીને તેના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આપવામાં આવે છે.

લિયોનેલ મેસ્સી આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડથી સન્માનિત, ટ્રોફી જીતનાર પ્રથમ MLS ખેલાડી 2 - image


Google NewsGoogle News