દિવ્યાંગોની છલાંગ .
દિવ્યાંગોના રમતોત્સવ - પેરાલિમ્પિકમાં ભારતના દિવ્યાંગ ખેલાડીઓએ કમાલ કર્યો હતો. ભારતે પેેરાલિમ્પિકમાં રેકોર્ડ સાત સુવર્ણ, નવ રજત અને ૧૩ કાંસ્ય એમ કુલ મળીને ૨૯ ચંદ્રકો જીત્યા હતા. ભારતે આ સાથે એક જ પેરાલિમ્પિકમાં સૌથી વધુ સુવર્ણચંદ્રક અને સૌથી વધુ ચંદ્રક જીતવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.