IPL 2024 પહેલા ઈજાગ્રસ્ત અને રિપ્લેસ ખેલાડીઓની યાદી આવી સામે, જુઓ અપડેટેડ સ્ક્વૉડ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
IPL 2024 પહેલા ઈજાગ્રસ્ત અને રિપ્લેસ ખેલાડીઓની યાદી આવી સામે, જુઓ અપડેટેડ સ્ક્વૉડ 1 - image


Image Source: Wikipedia

IPLની આગામી સીઝન 22 માર્ચથી શરૂ થવાની છે. આઈપીએલ 2024ની પહેલી મેચ ગત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે ચેન્નઈના એમ એ ચિદંબરમમાં શુક્રવારે રમવામાં આવશે. તમામ ટીમોની તૈયારી લગભગ પૂરી થઈ ગઈ છે. જોકે અત્યાર સુધી બીસીસીઆઈએ માત્ર 17 દિવસના શેડ્યૂલનું એલાન કર્યુ છે. એપ્રિલ-મે માં લોકસભા ચૂંટણી થવાની છે, જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પૂરા શેડ્યૂલની જાહેરાત બાદમાં કરશે. 

તમામ ટીમો આઈપીએલના આગામી સીઝન માટે તૈયાર છે, જોકે સિરીઝ શરૂ થયા પહેલા ઘણી ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. અમુક ખેલાડીઓએ ઈજાના કારણે નામ પાછુ લઈ લીધુ છે. જ્યારે અમુક અંગત કારણોસર આગામી ટુર્નામેન્ટમાંથી હટી ગયા છે. 

IPL 2024 સ્કવોડ  

ચેન્નઈ સુપર કિંગ્સ

એમએસ ધોની(કેપ્ટન), મોઈન અલી, દીપક ચાહર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મિશેલ સેંટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહેશ થીક્ષાના, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરિલ મિશેલ, સમીર રિજવી, મુસ્તફિજુર રહેમાન, અવનીશ રાવ અરાવલી.

ઈજાગ્રસ્ત ખેલાડી: ડેવોન કોનવે, મથીશા પથિરાના, શિવમ દુબે

દિલ્હી કેપિટલ્સ

ઋષભ પંત(કેપ્ટન), પ્રવીણ દુબે, ડેવિડ વોર્નર, વિક્કી ઓસ્ટવાલ, પૃથ્વી શો, એનરિક નાર્ખિયા, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જેક ફ્રેજર- મેકગર્ક, લલિત યાદવ, ખલીલ અહેમદ, મિશેલ માર્શ, ઈશાંત શર્મા. યશ ઢુલ, મુકેશ કુમાર, ટ્રિસ્ટન સ્ટબ્સ, રિકી ભુઈ, કુમાર કુશાગ્ર, રસિખ ડાર, ઝે રિચર્ડસન, સુમિત કુમાર, શાઈ હોપ, સ્વાસ્તિક છિકારા. 

ઈજાગ્રસ્ત અને નામ પાછુ લેનારા ખેલાડી: હેરી બ્રૂક, લુંગી એનગિડી.

ગુજરાત ટાઈટન્સ

શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યૂ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નાલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા, અજમતુલ્લાહ ઉમરજઈ, ઉમેશ યાદવ, શાહરુખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જ્હોનસન. 

ઈજાગ્રસ્ત અને નામ પાછુ લેનાર ખેલાડી: મોહમ્મદ શમી, રોબિન મિંજ

કોલકાતા નાઈટ રાઈડર્સ

શ્રેયસ અય્યર (કેપ્ટન), નિતીશ રાણા, રિંકુ સિંહ, રહમાનુલ્લાહ ગુરબાજ, ફિલ સાલ્ટ, સુનીલ નરેન, સુયશ શર્મા, અનુકૂલ રોય, આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર, હર્ષિત રાણા, વૈભવ અરોડા, વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, ચેતન સકારિયા, મિશેલ સ્ટાર્ક, અંગકૃષ રઘુવંશી, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, દુશમંથા ચમીરા, સાકિબ હુસૈન. 

ઈજાગ્રસ્ત અને નામ પાછુ લેનાર ખેલાડી: જેસન રોય, ગસ એટકિંસન

લખનૌ સુપર જાયન્ટ્સ

કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિંટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાઈલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડ્ડા, દેવદત્ત પડિક્કલ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ. યશ ઠાકુર, અમિત મિશ્રા, શમર જોસેફ, મયંક યાદવ, મોહસિન ખાન, કે. ગૌતમ, શિવમ માવી, અર્શિન કુલકર્ણી, એમ.સિદ્ધાર્થ, એશ્ટન ટર્નર, ડેવિડ વિલી, મોહમ્મદ,અરશદ ખાન.

ઈજાગ્રસ્ત અને નામ પાછુ લેનાર ખેલાડી: માર્ક વુડ.

મુંબઈ ઈન્ડિયન્સ

હાર્દિક પંડ્યા(કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, એન. તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રિત બુમરા, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, લ્યૂક વુડ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્જી, શ્રેયસ ગોપાલ, નુવાન તુષારા, નમન ધીર, અંશુલ કંબોજ, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.

ઈજાગ્રસ્ત અને નામ પાછુ લેનાર ખેલાડી: જેસન બેહરનડોર્ફ, દિલશાન મદુશંકા, સૂર્યકુમાર યાદવ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફાફ ડુપ્લેસી(કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર વિશક, આકાશ દીપ. મોહમ્મદ સિરાજ, રીસ ટોપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમરુન ગ્રીન, અલ્જારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરેન, લોકી ફર્ગ્યૂસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ.

રાજસ્થાન રોયલ્સ

સંજૂ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, કૃણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સેની, સંદીપ શર્મા, ટ્રેંટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ જમ્પા, અવેશ ખાન, રોવમેન પોવેલ, શુભમ દુબે, ટોમ કોહલર-કેડમોર, આબિદ મુશ્તાક, નંદ્રે બર્ગર. 

નામ પાછુ લેનાર અને ઈજાગ્રસ્ત ખેલાડી: પ્રસિદ્ધ કૃષ્ણા

પંજાબ કિંગ્સ

શિખર ધવન(કેપ્ટન), મેથ્યૂ શોર્ટ, પ્રભસિમરન સિંહ, જિતેશ શર્મા, સિકંદર રજા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ ટાઈડ, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સૈમ કુરેન, કેગિસો રબાડા, હરપ્રીત બરાડ, રાહુલ ચાહર, હરપ્રીત ભાટિયા, વિદવથ કાવેરપ્પા, શિવમ સિંહ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંહ, તનય ત્યાગરાજન, પ્રિન્સ ચૌધરી, રિલે રોસૌવ.

સનરાઈઝર્સ હૈદરાબાદ

અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડેન માર્કરામ (કેપ્ટન), માર્કો જ્હોનસન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડેય, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નિતીશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારુકી, શાહબાજ અહેમદ, ટ્રેવિસ હેડ, વાનિંદુ હસરંગા, પેટ કમિન્સ, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જથાવેધ સુબ્રમણ્યન.


Google NewsGoogle News