ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપ અઘરો : 5 દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, તાબડતોબ બોલાવવો પડ્યો આ ખેલાડીને

સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને ગઈકાલે રમાયેલી મેચમાં 190 રનથી હરવું હતું

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપ અઘરો : 5 દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, તાબડતોબ બોલાવવો પડ્યો આ ખેલાડીને 1 - image
Image:IANS

World Cup 2023 : સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડને 190 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે ODI World Cup 2023માં પ્રથમ મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી પરંતુ તે પછી ટીમની મુશ્કેલી વધતી રહી છે. ખેલાડીઓની ઈજાથી પરેશાન ન્યુઝીલેન્ડની ટીમ પાસે હવે તેની પ્લેઇંગ-11 પૂરી કરવા માટે પણ ખેલાડી રહ્યા નથી. કેન વિલિયમ્સન, લોકી ફર્ગ્યુસન અને માર્ક ચેપમેન બાદ હવે જિમી નીશમ અને મેટ હેનરી પણ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. વધુ 2 ખેલાડીના ઈજાગ્રત થવાથી ન્યુઝીલેન્ડે ફાસ્ટ બોલર કાઈલ જેમીસનને બેકઅપ પ્લેયર તરીકે ટીમ(Kyle Jamieson Added As Cover As New Zealand Injury List Increased)માં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈજાગ્રસ્ત થયા બાદ મેટ હેનરીનુ એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું 

ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે મેટ હેનરીની ઈજા અંગે વાત કરતા કહ્યું, 'મેટ હેનરીની ઈજાની ગંભીરતાનો અર્થ એ છે કે અમે પાકિસ્તાન સામે એક ઓછા બોલર સાથે રમવાનું જોખમ લઈ શકીએ નહીં. મેટે છેલ્લા બે World Cupમાં અમારા માટે વર્લ્ડ ક્લાસ પ્રદર્શન કર્યું છે. તેથી અમે આજે તેના સ્કેનનાં પરિણામો સારા આવે તે માટે પ્રાર્થના કરીશું.' સાઉથ આફ્રિકા સામે ઈજાગ્રસ્ત થયા બાદ મેટ હેનરીનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આજે આવવાનો છે. જયારે નીશમની ઈજા અંગે કોઈ અપડેટ મળ્યું નથી.

ન્યુઝીલેન્ડે લગાવી હારની હેટ્રિક

ન્યુઝીલેન્ડે કેન વિલિયમ્સનના ઈજાગ્રસ્ત થયા બાદ ખુબ જ મુશ્કેલી સાથે ODI World Cup 2023માં વાપસી કરી હતી. બાંગ્લાદેશ સામે પ્રથમ મેચમાં જ તેને અંગુઠામાં ઈજા થઇ હતી, જેના કારણે તે તિથી બહાર થઇ ગયો હતો. વિલિયમ્સન ઉપરાંત માર્ક ચેપમેન અને લોકી ફર્ગ્યુસનને પણ ઈજા થઇ છે. ન્યુઝીલેન્ડે ODI World Cup 2023ની શરૂઆત શાનદાર કરી હતી પરંતુ હવે ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી છે. ન્યુઝીલેન્ડે પ્રથમ 4 મેચ જીત્યા બાદ હારની હેટ્રિક લગાવી દીધી છે. તે પોઈન્ટ્સ ટેબલ પર ચોથા નંબરે પહોંચી ગઈ છે.

ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપ અઘરો : 5 દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, તાબડતોબ બોલાવવો પડ્યો આ ખેલાડીને 2 - image


Google NewsGoogle News