PAK vs SL : પાકિસ્તાન સામે કુસલ મેંડિસે 65 બોલમાં જ ફટકારી દીધી સદી, સંગાકારાનો રેકોર્ડ તોડ્યો

કુસલ મેંડિસે 77 બોલમાં 122 રન બનાવી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
PAK vs SL : પાકિસ્તાન સામે કુસલ મેંડિસે 65 બોલમાં જ ફટકારી દીધી સદી, સંગાકારાનો રેકોર્ડ તોડ્યો 1 - image
Image:File Photo

World Cup 2023 : હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 8મી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ કંઈ ખાસ શરૂઆત કરી શકી ન હતી. પરંતુ કુસલ મેંડિસે પોતાની ટીમને મુશ્કેલીમાંથી કાઢી હતી. મેંડિસે માત્ર 65 બોલ(Kusal Mendis Hits Fastest Century For Sri Lanka In ODI World Cup)માં શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે ODI World Cupમાં શ્રીલંકા માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

મેંડિસે તોડ્યો સંગાકારાનો રેકોર્ડ 

કુસલ મેંડિસ પહેલા આ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. સંગાકારાએ માત્ર 70 બોલમાં સદી ફટકારી હતી. તેણે આ સદી ODI World Cup 2015માં ફટકારી હતી. પરંતુ હવે કુસલ મેંડિસે સંગાકારાનો આ રેકોર્ડ તોડી દીધો છે. કુસલ મેંડિસે 77 બોલમાં 122 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ તેનો ODI ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

PAK vs SL : પાકિસ્તાન સામે કુસલ મેંડિસે 65 બોલમાં જ ફટકારી દીધી સદી, સંગાકારાનો રેકોર્ડ તોડ્યો 2 - image


Google NewsGoogle News