IND vs NZ : બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું કપાઈ શકે છે પત્તું! જુઓ સંભવિત પ્લેઈંગ 11
IND vs NZ 2nd Test, India's Probable Playing 11 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરે પુણે ખાતેના MCA સ્ટેડીયમમાં રમાશે. પહેલી ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી કરીને હવે ભારતીય ટીમે કોઈ પણ રીતે બીજી ટેસ્ટ જીતવી પડશે. ચાલો જાણીએ કે બીજી ટેસ્ટ મેચમાં ભારતની Playing 11 કેવી રહી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય બેટર શુભમન ગીલ રમાયો ન હતો. કારણ કે તે બીમાર હતો. જો કે હવે તે પૂરી રીતે ફીટ થઇ ગયો છે. પહેલી ટેસ્ટમાં ગિલની જગ્યાએ સરફરાઝ ખાનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. સરફરાઝે બીજી ઇનિંગમાં 150 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સ્થિતિમાં ગિલ કેવી રીતે પરત ફરશે તે અંગે હવે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
પહેલી ટેસ્ટમાં ભારતની હાર બાદ BCCIએ ભારતીય ટીમે અચાનક એક ફેરફાર કર્યો છે. બીજી ટેસ્ટ પહેલા સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રવિચંદ્રન અશ્વિન સંપૂર્ણ રીતે ફિટ નથી, તેથી સુંદરને સાવચેતીના પગલા તરીકે બોલાવવામાં આવ્યો છે.
બીજી ટેસ્ટમાં શુભમન ગિલની વાપસી નિશ્ચિત મનાઈ રહી છે. તે ત્રીજા નંબર પર રમતો જોવા મળશે. સ્પીનર કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. જ્યારે કે.એલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. પુણે ટેસ્ટમાં ભારત ચાર બોલરો સાથે ઉતરે તેવી પણ શક્યતા છે.
બીજી ટેસ્ટ માટે સંભવિત ભારતીય પ્લેઈંગ ઈલેવન ટીમ : યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ/વોશિંગ્ટન સુંદર, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ