VIDEO : કેએસ ભરતે ઇંગ્લેન્ડ લાયન્સ સામે ફટકારી સદી, શ્રી રામને કરી સમર્પિત
ભારત-A અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાયેલી પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી
KS Bharat Dedicated His Hundred To Lord Ram : ભારત-A અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં કેએસ ભરતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ ભરતે તેની આ સિદ્ધિ ભગવાન રામને સમર્પિત કરી હતી. ભરતે એક ખાસ અંદાજમાં તેની આ સદી સેલિબ્રેટ કરી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સદી ફટકાર્યા બાદ ભરતે આ રીતે કર્યું સેલિબ્રેટ
કેએસ ભરતે સદી ફટકાર્યા બાદ જે રીતે સેલિબ્રેશન કર્યું તેણે ચાહકોનું દિલ જીતી લીધું હતું. સદી ફટકાર્યા બાદ KS ભરતે તીર ચલાવવાની એક્ટિંગ કરીને પોતાની ખાસ સદી ભગવાન શ્રી રામને સમર્પિત કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચ ડ્રો
ચાર દિવસીય આ મેચમાં ઇંગ્લેન્ડ લાયન્સની ટીમે પ્રથમ ત્રણ દિવસ દિવસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. લાયન્સને અંતિમ દિવસે જીતવા માટે 6 વિકેટની જરૂર હતી અને તેમની પાસે 331 રનની લીડ પણ હતી. પરંતુ લાયન્સના બોલરોએ સાઈ સુદર્શન (97), માનવ સુથાર (89*) અને શ્રીકર ભરત (116*) જેવા બેટ્સમેનોનો સામનો કરવો પડ્યો હતો. અંતિમ દિવસે ભારત-A ટીમે 267 રનમાં માત્ર એક વિકેટ ગુમાવી અને આ મેચ ડ્રો રહી હતી.