ટી20 મેચમાં 112-115નો સ્ટ્રાઈક રેટ ખૂબ નબળો, ભારતના પૂર્વ કેપ્ટને બાબર આઝમને સંન્યાસ લેવા સલાહ આપી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
babar azam


Srikkanth says Babar Azam should retire from T20 cricket:  વિશ્વભરના અનેક દિગ્ગજ ક્રિકેટર્સનુ માનવુ છે કે, બાબર આઝમ વન ડે અને ટેસ્ટ ક્રિકેટનો શ્રેષ્ઠ ખેલાડી છે. પરંતુ ટી20 ફોર્મેટ અનુસાર રમી શકતો નથી. જ્યારે અમુક ક્રિકેટર્સ તેના ખરાબ પ્રદર્શનના કારણે ટીખળ ઉડાવતાં પણ નજરે ચડ્યા છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને કેપ્ટન કૃષ્ણમ્માચારી શ્રીકાંતે બાબર આઝમને સલાહ આપી છે કે, તેણે ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. 

શ્રીકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, બાબર ટી20 ક્રિકેટમાં 112-115 સ્ટ્રાઈક રેટ સાથે રમી શકશે નહીં. જેથી તેણે સંન્યાસ લઈ લેવો જોઈએ. કારણકે, તે ટી20નો ખેલાડી જ નથી.

ટી20 વર્લ્ડ કપમાં બાબરની નબળી બેટિંગ

ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના ચાહકોને બાબર આઝમ પાસે ખૂબ અપેક્ષા હતી, પરંતુ તે ફ્લોપ રહ્યા. તેના ખરાબ પ્રદર્શનનો અંદાજ લગાવી શકો છો કો, તેની કેપ્ટિનશીપ હેઠળ પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં કુલ ચાર મેચમાં હાર્યું છે. ચાર મેચમાં માત્ર 122 રન જ બનાવી શક્યા છે.  બાબર આઝમે યુએસએ સામે 44, ભારત સામે 13, કેનેડા સામે 33 અને આયર્લેન્ડ સામે અણનમ 32 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 100થી નીચે રહ્યો હતો.

બાબર આઝમની T20 કારકિર્દી

હાલમાં બાબર આઝમ T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ એકદમ ધીમો છે. તેણે પાકિસ્તાન ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 123 મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેના બેટથી 116 ઇનિંગ્સમાં 41.03ની એવરેજથી 4145 રન બનાવ્યા છે. અહીં તેનો સ્ટ્રાઈક રેટ 129.08 છે, જે ફોર્મેટને ધ્યાનમાં લઈને ખૂબ જ વાજબી છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પ્રથમ વખત રમનારી અમેરિકાની ટીમે આકરી ટક્કર આપી માત આપી હતી.

  ટી20 મેચમાં 112-115નો સ્ટ્રાઈક રેટ ખૂબ નબળો, ભારતના પૂર્વ કેપ્ટને બાબર આઝમને સંન્યાસ લેવા સલાહ આપી 2 - image


Google NewsGoogle News