સિરાજ, ગિલ-ઈશાનના પત્તાં કપાયાં...ભારતના પૂર્વ દિગ્ગજે T20 વર્લ્ડકપ માટે પસંદ કરી પ્લેઈંગ-11
T20 World Cup 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વચ્ચે ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ગમે ત્યારે ભારતીય ટીમ (Team India)ની જાહેરાત થઈ શકે છે. આ પહેલા કેટલાક ભારતીય પૂર્વ ખેલાડીઓ દ્વારા પોતાની મનપસંદ ટીમ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવે વધુ એક પૂર્વ ભારતીય ક્રિકેટરે પોતાની મનસપંદ ટીમ પસંદ કરી છે. આ ટીમની ખાસ વાત એ છે કે તેમાં શુભમન ગિલ (Shubman Gill) કે રિષભ પંત (Rishabh Pant)નું સ્થાન નિશ્ચિત નથી. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ (Mohammad Siraj)ને પણ આ ટીમમાં સ્થાન મળ્યું નથી.
વિરાટ કોહલીને ઓપનર તરીકે પસંદ કર્યો
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 (ICC men's t20 world cup)પહેલી જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં ચાર લીગ મેચ રમવાના છે, જેમા પ્રથમ મેચ પાંચમી જૂને રમાશે. ત્યારે હવે 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને ધુરંધર ઓપનર ક્રિષ્નામાચારી શ્રીકાંત (Krishnamachari Srikkanth)એ આઈપીએલ 2024માં ખેલાડીઓના પ્રદર્શનના આધારે વર્લ્ડ કપ માટેની ટીમની પસંદગી કરી છે. ટીમમાં ઘણા એવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો કોઈએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય. આ ટીમની ખાસ વાત એ છે કે વિરાટ કોહલી (Virat Kohli)ને ઓપનર તરીકે પસંદ કર્યો છે. જો કે ઈશાન કિશન (Ishan Kishan) અને શુભમન ગિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
વિકેટકીપરને લઈને મૂંઝવણ
ભારતીય ટીમમાં વિકેટકીપર બેટર માટે ઘણી મૂંઝવણ ઊભી થઈ રહી છે. આ માટે ઘણા ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. જ્યારે દિનેશ કાર્તિક (Dinesh Karthik)એ શાનદાર પ્રદર્શન કર્યું ત્યારે એવી વાત કરવામાં આવી રહી હતી કે તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે. જોકે વિકેટકીપરની રેસમાં રિષભ પંતને સૌથી આગળ માનવામાં આવતો હતો, પરંતુ શ્રીકાંતે પોતાની ટીમમાંથી પંત સાથે સંજુ સેમસન (Sanju Samson)ને પણ વિકેટકીપર બેટર તરીકે દાવેદાર ગણ્યો છે. તેમણે કહ્યું છે કે આ બે ખેલાડીઓમાંથી કોઈપણને ટીમનો ભાગ બનાવી શકાય છે.
પૂર્વ દિગ્ગજની પસંદ કરેલી ટીમ
રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, રિંકુ સિંહ, અક્ષર પટેલ, ટી નટરાજન, રિષભ પંત/સંજુ સેમસન.