Watch: સૉલ્ટે 'સુપરમેન'ની જેમ છલાંગ લગાવીને એક હાથથી ઝડપ્યો કેચ, વીડિયો થયો વાયરલ

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
Watch: સૉલ્ટે 'સુપરમેન'ની જેમ છલાંગ લગાવીને એક હાથથી ઝડપ્યો કેચ, વીડિયો થયો વાયરલ 1 - image


IPL 2024: આઈપીએલ 2024ના 28માં મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું છે. લખનઉએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ પર 161 રન બનાવ્યા હતા. જેને લઈને 15.4 ઓવરમાં બે વિકેટ પર 162 રન બનાવીને કોલકાતાએ જીત હાંસલ કરી લીધી. જણાવી દઈએ કે, લખનઉ સામે કોલકાતાની આ પહેલી જીત છે. તો ફિલ સૉલ્ટે આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને ફિલ્ડિંગને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. કોલકાતાના વિકેટકીપર ફિલ સૉલ્ટે એવો કેચ પકડ્યો, જેને જોઈને તમે ચોંકી જશો. ત્યારે તેમનો કેચનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લખનઉની ઈનિંગની 12મી ઓવર દરમિયાન સૉલ્ટે એક્રોબેટિક અંદાજમાં છલાંગ લગાવીને માર્ક્સ સ્ટોઈનિસને માત્ર 10 રનના સ્કોર પર આઉટ કરી દીધો.

સુપરમેનની જેમ ઝડપ્યો કેચ

વરૂણ ચક્રવર્તી દ્વારા ફેંકવામાં આવેલી ઓવરના બીજા બોલ પર છગ્ગો લગાવ્યા બાદ આયુષ બદોનીએ સિંગલ રન લઈ લીધો હતો. જ્યારે ચોથા બોલનો સામનો કરીને માર્ક્સ સ્ટોઇનિસ આવ્યા તો ચક્રવર્તીનો બોલ તેના બેટના કિનારે ટકરાયો અને ત્યારબાદ હવામાં ઉછળી ગયો. આ કેચને પકડવા માટે ફિલ સૉલ્ટે સુપરમેનની જેમ જમ્પ લગાવીને કેચ પકડી લીધો હતો અને તે પણ એક હાથે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ફિલિપ સૉલ્ટે બેટિંગમાં પણ કરી કમાલ

પરંતુ કોલકાતાના ફિલ સૉલ્ટે 47 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 89 રનની ઈનિંગ રમી. તો કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યર 38 બોલ પર 38 રન બનાવીને અણનમ રહ્યા હતા.


Google NewsGoogle News