RCB અને KKRના કેપ્ટનને લઈને તસવીર સાફ, યુવા ખેલાડીઓને આપશે કમાન!
IPL 2025, RCB & KKR New Captain : IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આગામી 18મી સીઝન માટે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. જો કે ઘણી એવી ટીમો છે જેણે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પણ આ યાદીમાં સામેલ છે. ત્યારે હવે આ બંને ટીમોના કેપ્ટનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
વેંકટેશ ઐયર બનશે KKRનો નવો કેપ્ટન!
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે. કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) આગામી સિઝન માટે રિંકુ સિંહને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. જો કે, બાદમાં KKRના કેપ્ટનને લઈને બધી ચર્ચાઓ બદલાઈ ગઈ. ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા હતા કે, હવે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવશે. હવે એક નવા રિપોર્ટમાં નવો દાવો કરવામાં આવ્યો છે કે, વેંકટેશ ઐયર IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હશે. આ ઓલરાઉન્ડરને ખરીદવા માટે KKRએ મેગા ઓકશનમાં મોટી રકમ ખર્ચી હતી. KKRએ વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
RCB આ યુવા ખેલાડીને સોંપશે ટીમની કમાન
તો બીજી તરફ RCBએ મેગા ઓકશન પહેલા ફાફ ડુ પ્લેસિસને રીલિઝ બહાર પાડ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે હવે ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ત્યારબાદ થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે ફરી એક વાર વિરાટ કોહલીને ટીમની કમાન સોંપવામાં આવશે. જો કે આ અંગે વિરાટ કે ફ્રેન્ચાઈઝીએ કંઈ કહ્યું ન હતું. આ દરમિયાન એક અન્ય સમાચાર સામે આવ્યા હતા કે RCB કોઈપણ કિંમતે કેએલ રાહુલને ખરીદશે અને તેને ટીમનો કેપ્ટન બનાવશે. આ દાવો પણ સાવ ખોટો સાબિત થયો.
આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલથી જ થશે, ICCની મહોર: જાણો ક્યાં છે ભારતની મેચ
પાટીદારનું સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન
હવે એક નવું અપડેટ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, RCB યુવા ખેલાડી રજત પાટીદારને ટીમની કમાન સોંપશે. હાલ રજત પાટીદાર સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મધ્યપ્રદેશની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં હેઠળ મધ્યપ્રદેશએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને ટીમે સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે મધ્યપ્રદેશનો મુકાબલો 13 ડિસેમ્બરે સેમિ ફાઇનલમાં દિલ્હી સામે થશે. જો રજત તેની ટીમને ખિતાબ જીતવામાં મદદ કરે છે, તો તે લગભગ નિશ્ચિત થઈ જશે કે તે RCBનો કેપ્ટન બનશે.