Get The App

KKR vs SRH: આજની મેચમાં બંને ટીમના સંભવિત પ્લેઇંગ 11 જાણો

કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે

જયારે સનરાઇઝર્સ હૈદરાબાદની કપ્તાની વર્લ્ડકપ વિનિંગ કેપ્ટન પેટ કમિન્સના હાથમાં રહેશે

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
KKR vs SRH: આજની મેચમાં બંને ટીમના સંભવિત પ્લેઇંગ 11 જાણો 1 - image


KKR vs SRH Playing XI: આજે IPLની બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આજની મેચ સાંજે 7.30 વાગ્યાથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ શ્રેયસ અય્યર કરશે. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદની કપ્તાની વર્લ્ડકપ વિનિંગ કેપ્ટન પેટ કમિન્સના હાથમાં રહેશે. પરંતુ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? જો કે બંને ટીમો માટે પ્લેઈંગ 11ની પસંદગી કરવી આસાન નહીં હોય. બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન પર એક નજર કરીએ. 

KKRની નજર આ ખેલાડીઓ પર રહેશે...

રહેમાનુલ્લા ગુરબાઝ અને વેંકટેશ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનર બની શકે છે. આ સિવાય શ્રેયસ અય્યર, નીતિશ રાણા, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ જેવા બેટ્સમેન હશે. જ્યારે આ ટીમમાં સુનીલ નારાયણ સિવાય મિશેલ સ્ટાર્ક, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્મા જેવા બોલરો પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (wk), વેંકટેશ અય્યર, શ્રેયસ ઐયર (c), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્મા.

પેટ કમિન્સના નેતૃત્વમાં રમશે સનરાઇઝર્સ હૈદરાબાદ 

તાજેતરમાં પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ સમયે, હવે પેટ કમિન્સ IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આ ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ઓપનર તરીકે સામેલ થઈ શકે છે. આ સિવાય રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદ જેવા બેટ્સમેન હશે. જ્યારે બોલિંગની જવાબદારી પેટ કમિન્સ, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન પર રહેશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.

KKR vs SRH: આજની મેચમાં બંને ટીમના સંભવિત પ્લેઇંગ 11 જાણો 2 - image



Google NewsGoogle News