Get The App

KKRને મળી ગયો 'કૅપ્ટન'! ભારતીય દિગ્ગજ પર દાવ લગાવવાની તૈયારી, દમદાર છે રૅકોર્ડ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
KKRને મળી ગયો 'કૅપ્ટન'! ભારતીય દિગ્ગજ પર દાવ લગાવવાની તૈયારી, દમદાર છે રૅકોર્ડ 1 - image


Ajinkya Rahane KKR Captain: IPL 2024ની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR)એ IPL 2025ના મેગા ઓક્શનમાં એક મજબૂત ટીમ ઊભી કરી છે. KKR એ સૌથી મોટી રકમ વેંકટેશ અય્યર માટે ખર્ચીને તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો છે. જો કે, આગામી સિઝનમાં કયો ખેલાડી કોલકાતાની ટીમની કમાન સંભાળશે તે હજુ નક્કી નથી થયું. ઘણા ક્રિકેટ એક્સપર્ટસનું છે કે, ટીમ IPL 2025 માટે કૅપ્ટનશીપની જવાબદારી રિંકુ સિંહ અથવા વેંકટેશ અય્યરને સોંપી શકે છે. પરંતુ તાજેતરના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

KKR ને મળી ગયો 'કૅપ્ટન'!

એક રિપોર્ટ પ્રમાણે IPL 2025માં KKRની કૅપ્ટનશીપની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી શકે છે. રહાણેને કોલકાતા નાઇટ રાઇડર્સે મેગા ઓક્શનમાં તેની બેઝ પ્રાઇસ પર ખરીદ્યો છે. રહાણેને કૅપ્ટન બનાવવા પાછળનું સૌથી મોટું કારણ તેનો અનુભવ માનવામાં આવી રહ્યો છે. રહાણેએ પોતાના નેતૃત્વમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈને ઘણી વખત ચેમ્પિયન બનાવ્યું છે. આ સાથે જ રહાણેને ઇન્ટરનેશનલ લેવલ પર પણ કૅપ્ટનશીપ કરવાનો સારો અનુભવ છે.



એક સૂત્રએ જણાવ્યું કે, 'આ સમયે લગભગ 90% કન્ફર્મ છે કે અજિંક્ય રહાણે KKRનો નવો કૅપ્ટન હશે. રહાણેને ટીમે ખાસ કરીને કૅપ્ટનશીપ માટે જ ખરીદ્યો છે.'

આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડીનું નિધન

દમદાર કૅપ્ટન રહાણેનો રૅકોર્ડ

અજિંક્ય રહાણેનો કૅપ્ટનશીપનો રૅકોર્ડ શાનદાર રહ્યો છે. રહાણેએ પોતાની કૅપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત અપાવી હતી. કોહલીની ગેરહાજરી અને સ્ટાર ખેલાડીઓની ઈજાઓ છતાં રહાણેએ યુવા ખેલાડીઓ સાથે આ ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ સાથે જ રહાણેની કૅપ્ટનશીપમાં મુંબઈ રણજી ટ્રોફી અને ઈરાની કપમાં પણ ચેમ્પિયન બન્યું હતું. કૅપ્ટનશીપની સાથે રહાણેનું વર્તમાન ફોર્મ પણ જબરદસ્ત છે.

સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં કેરળ સામે રમાયેલી મેચમાં રહાણેએ 35 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. છેલ્લી સિઝનમાં KKRએ શ્રેયસ અય્યરની કૅપ્ટનશીપમાં IPLનો ખિતાબ જીત્યો હતો. જો કે મેગા ઓક્શન પહેલા કોલકાતાએ અય્યરને રિલીઝ કરી દીધો હતો.



Google NewsGoogle News