બસ ડ્રાઇવરને પણ ખબર હતી કોહલીની નબળાઈ, આ જ ફોર્મ્યુલા અપનાવી: હિમાંશુ સાંગવાનનો ખુલાસો
Virat Kohli: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં ધુરંધર બોલરોને ઘુંટણિયે પડવા મજબૂર કર્યા છે. પણ આજકાલ વિરાટનું બેટ શાંત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. દિલ્હી અને રેલવે વચ્ચેની રણજી મેચમાં કોહલી પાસે શાનદાર ઇનિંગ્સ રમવાની સુંદર તક, વાતાવરણ અને એક શાનદાર પ્લેટફૉર્મ હતું. પરંતુ એક બસ ડ્રાઇવરે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. કોહલીની વિકેટ લેનાર બોલર હિમાંશુ સાંગવાએ ખુલાસો કર્યો કે, એક બસ ડ્રાઇવરે કેવી રીતે કોહલીની નબળાઈ વિશે માહિતી આપી.
આ પણ વાંચો : IPL 2025માં ફરી કેપ્ટન બનશે વિરાટ કોહલી? RCBએ કહ્યું અમારી પાસે 4 5 ઉમેદવાર
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટની બેટિંગ જોવા માટે ચાહકોમાં સ્પર્ધા ચાલી રહી હતી. આખું મેદાન ખચાખચ ભરેલું હતું. વિરાટની શરુઆત શાનદાર હતી, હિમાંશુના બોલ પર તે શાનદાર ચોગ્ગો માર્યો અને સ્ટેડિયમ વિરાટના નામથી ગાજી ઉઠ્યું. પરંતુ બીજા જ બોલ પર હિમાંશુ સાંગવાને વિરાટ કોહલીને આઉટ કર્યો. એક બોલ આવતા કોહલીનું સ્ટમ્પ ઉડીને વિકેટકીપર પાસે પડ્યું.
શું કહ્યું સાંગવાને
હિમાંશુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કેવી રીતે બસ ડ્રાઇવરે કોહલીની નબળાઈ બતાવી. તેણે કહ્યું, 'મેચ પહેલા, વિરાટ કોહલી અને ઋષભ પંત દિલ્હી માટે રમવાની વાત કરી રહ્યા હતા. તે દરમિયાન અમને ખબર નહોતી કે મેચનું લાઇવ પ્રસારણ થવાનું છે. અમને ધીમે ધીમે ખબર પડી કે ઋષભ પંત નહીં રમે પણ વિરાટ રમશે અને મેચનું લાઇવ પ્રસારણ થશે. હું રેલવેના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છું. દરેક ટીમના સભ્યએ મને કહ્યું કે, 'અમને લાગે છે કે, તું વિરાટ કોહલીને આઉટ કરી દઈશ.'
આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતનો આ ખેલાડી ઈજાગ્રસ્ત, IPLની શરૂઆત મેચમાં પણ રમવું મુશ્કેલ
બસ ડ્રાઈવરે જણાવી કોહલીની નબળાઈ
તેણે આગળ વાત કરતાં કહ્યું કે, 'અમે જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે બસ ડ્રાઇવરે મને કહ્યું કે, તમને ખબર છે કે તમારે વિરાટ કોહલીને ચોથા-પાંચમા સ્ટમ્પ લાઇન પર બોલિંગ કરવી પડશે અને પછી તે આઉટ થઈ જશે.' મને મારી જાત પર ભરોસો હતો. હું બીજા કોઈની નબળાઈઓ પર ધ્યાન આપ્યા કરતાં મારી તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. મેં મારી તાકાત પ્રમાણે બોલિંગ કરી અને વિકેટ મેળવી.