ફૉર્મ કે ફિટનેસ નહીં આ કારણથી ક્રિકેટથી સંન્યાસ લેશે કોહલી: ઈંગ્લેન્ડના દિગ્ગજનો દાવો
Image: Facebook
Michael Vaughan: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના સંન્યાસને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત થયા પહેલા ઘણા દિગ્ગજોનું એ માનવું હતું કે વિરાટે સંન્યાસ લઈને યુવાનોને તક આપવી જોઈએ. ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી માઈકલ વોનનું કહેવું છે કે કોહલી પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માટે ગમે ત્યારે સંન્યાસ લઈ શકે છે.
વિરાટ કોહલીની અંદર ઘણી ક્રિકેટ બાકી છે
માઈકલ વોને આઈપીએલ 2024માં વિરાટ કોહલીના પ્રદર્શનના વખાણ કર્યા. તેણે કહ્યું કે કોહલી એવો ખેલાડી છે જે ન માત્ર બેટથી પરંતુ ફીલ્ડિંગથી પણ ખૂબ તફાવત ઊભો કરે છે. તેને કોહલીને જોઈને એવું લાગે છે કે તેની અંદર ખૂબ ક્રિકેટ છે.
પરિવાર માટે સંન્યાસ લઈ શકે છે કોહલી
માઈકલ વોને કહ્યુ, 'કોહલી માટે આ સિઝન શાનદાર રહી. તમે વિરાટ કોહલી અને સંન્યાસની વાત કરો છો. મને તેને જોઈને લાગે છે કે તે લાંબા સમય સુધી રમી શકે છે. તે ખૂબ ફિટ છે. જ્યાં સુધી તેનું મગજ ન બદલાય તે ફિટનેસના કારણે સંન્યાસ લેશે નહીં. જોકે તે પોતાના પરિવાર વિશે વિચારશે તો એવુ થઈ શકે છે કે તે પહેલા જ સંન્યાસ લઈ લે. બે-ત્રણ વર્ષોમાં બધુ જ બદલાઈ જાય છે. શક્ય છે કે તે બસ શાંત સમય પસાર કરવા માગતો હોય.
કોહલીને સામાન્ય જીવન પસંદ છે
માઈકલ વોને કહ્યુ, હુ તેને સંપૂર્ણપણે સમજી ગયો છુ. તે ભારત v/s ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન લંડન જતો રહ્યો કેમ કે તેને શાંતિમાં થોડો સમય પસાર કરવો હતો. તે તેના કેટલાક નિવેદન વાંચ્યા છે અને તેનાથી એ સમજ્યો છુ કે તેને સામાન્ય જીવન જીવવુ પસંદ છે. મને લાગે છે કે આ વિરાટને ક્રિકેટથી દૂર લઈ જઈ શકે છે. તે જો પોતાના પરિવાર સાથે શાંતિમાં થોડો સમય પસાર કરવા માગે છે તો તે સંન્યાસ લઈ શકે છે.
થોડા સમય પહેલા કોહલીએ પોતાના રિટાયરમેન્ટ પ્લાન વિશે જણાવ્યુ હતુ. તેણે કહ્યુ હુ કોઈ પણ કામ અધૂરુ મૂકવા માગતો નથી જેથી બાદમાં કોઈ પસ્તાવો ના થાય. એક વખત કામ પૂરુ થઈ જાય તો હુ જતો રહીશ અને પછી થોડો સમય નજર આવીશ નહીં. જ્યાં સુધી હુ રમી રહ્યો છુ. પોતાનું સર્વશ્રેષ્ઠ રમી લેવા ઈચ્છુ છુ. આ મારી પ્રેરણા છે.