Controversy: વિરાટ કોહલીના કેચ પર વિવાદ, પહેલા બોલે જ આઉટ થઈ ગયો હોત કિંગ!
IND vs AUS, Virat Kohli: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટમાં વિરાટ કોહલી પહેલા જ બોલ પર કેચ પકડાઈ ગયો હોત પરંતુ બોલ સ્ટીવ સ્મિથના હાથમાંથી છટકી ગયો અને ગલી તરફથી નીકળી ગયો. એવું લાગી રહ્યું હતું કે કોહલીની ઇનિંગનો 'અંત' આવી ગયો છે. પરંતુ થર્ડ અમ્પાયરે સ્લો મોશન વીડિયોમાં કોહલીના કેચનું વિશ્લેષણ કર્યું, ત્યારબાદ જાણવા મળ્યું કે સ્મિથે સ્પષ્ટ કેચ લીધો ન હતો.
કોહલીનું ફ્લોપ શૉ યથાવત્
તેમ છતાં કોહલી જીવતદાનનો કોઈ ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને (17) રન બનાવ્યા બાદ તે સ્કોટ બોલેન્ડના બોલ પર સ્લિપમાં બ્યૂ વેબસ્ટરના હાથે આઉટ થયો. કોહલી આ શ્રેણીમાં અગાઉ ઘણી વાર ઓફ સાઇડ બોલને જબરદસ્તીથી રમવાના કારણે આઉટ થયો છે.
પહેલા જ બચી ગયો કોહલી!
જો કે, જ્યારે લંચ બ્રેક દરમિયાન સ્ટીવ સ્મિથને આ કેચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મક્કમ હતો કે બોલ જમીન પર સ્પર્શે તે પહેલા જ બાઉન્સ થઈ ગયો, ત્યારબાદ લેનમાં ઊભેલા માર્નસ લાબુશેને કેચ પકડ્યો હતો. એકંદરે, એવું લાગતું હતું કે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન દ્વારા શાનદાર કેચ પકડ્યા બાદ વિરાટ કોહલી ગોલ્ડન ડક પર આઉટ થતો દેખાઈ રહ્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે તેને બચાવી લીધો હતો.
તો આ રીતે અમ્પાયરોએ લીધો નિર્ણય!
લાંબી સમીક્ષા પછી ટીવી અમ્પાયર જોએલ વિલ્સને કહ્યું કે મને લાગ્યું કે સ્મિથ બોલને લાબુશેન તરફ ફેંકે એ પહેલા બોલ જમીન પર સ્પર્શી ગયોહતો. જ્યારે ભૂતપૂર્વ ખેલાડીઓ અને અમ્પાયરો આ અંગે અલગ-અલગ અભિપ્રાય ધરાવતા હતા. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જોરશોરથી ઉજવણી કરવા લાગ્યા અને બોલેન્ડ હેટ્રિક વિશે સપના જોવા લાગ્યો હતો પરંતુ અમ્પાયર શરાફુદ્દૌલાએ મેદાન પરના અધિકારી માઈકલ ગફની સલાહ લીધી અને તેને થર્ડ અમ્પાયર પાસે નિર્ણય મોકલવાનું નક્કી કર્યું.