World Cup 2023 : કોહલી ઇતિહાસ રચવાથી માત્ર 77 રન દૂર, આજે સચિનનો વધુ એક રેકોર્ડ તોડી શકે

વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 510 મેચની 566 ઇનિંગ્સમાં 53.78ની એવરેજથી 25,923 રન બનાવ્યા

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : કોહલી ઇતિહાસ રચવાથી માત્ર 77 રન દૂર, આજે સચિનનો વધુ એક રેકોર્ડ તોડી શકે 1 - image
Image:IANS

World Cup 2023 IND vs BAN : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે ODI World Cup 2023ની 17મી મેચમાં બાંગ્લાદેશ સામે ઈતિહાસ રચવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. કોહલીએ તેના ક્રિકેટિંગ કરિયરમાં અત્યાર સુધી ઘણાં રેકોર્ડ બનવ્યા છે પરંતુ આજે તેની નજર એક ખાસ રેકોર્ડ તોડવા પર રહેશે. કોહલી 77 રન બનાવતાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટ(Fastest 26,000 Runs In International Cricket)માં સૌથી ઝડપી 26,000 રન પૂરા કરનાર બેટ્સમેન બની જશે. આ મામલે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દેશે. સચિન ઉપરાંત બીજા બે ખેલાડી છે જેઓ 26,000 રનનો આંકડો પાર કરી શક્ય છે. જો આજે કોહલી 77 રન બનાવી લેશે તો તે આ લીસ્ટમાં સામેલ થનાર બીજો ભારતીય ખેલાડી બની જશે.

વિરાટ 26,000 રનથી માત્ર 77 રન દૂર 

વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 510 મેચની 566 ઇનિંગ્સમાં 53.78ની એવરેજથી 25,923 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 77 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી પણ ફટકારી છે. કોહલી 26,000 રનના આંકડાથી માત્ર 77 રન દૂર છે. કોહલી માટે સારી વાત એ છે કે જો તે તેની આગામી 34 ઇનિંગ્સમાં પણ 77 રન બનાવે છે તો પણ તે સચિનનો રેકોર્ડ તોડી દેશે. સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 601 ઇનિંગ્સમાં 26,000 રન પૂરા કર્યા હતા.

World Cup 2023 : કોહલી ઇતિહાસ રચવાથી માત્ર 77 રન દૂર, આજે સચિનનો વધુ એક રેકોર્ડ તોડી શકે 2 - image


Google NewsGoogle News