VIDEO: શું RCBમાં જોડાશે KL રાહુલ? વીડિયો વાયરલ થતાં અટકળો તેજ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
VIDEO: શું RCBમાં જોડાશે KL રાહુલ? વીડિયો વાયરલ થતાં અટકળો તેજ 1 - image
Image Twitter 

KL Rahul-RCB: IPLની હરાજી માટે લગભગ તમામ ટીમોએ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તો રોહિત શર્મા, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા જેવા મોટા ખેલાડીઓ વિશે સતત અટકળોથી બજાર ગરમ રહે છે. જો કે, લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. મીડિયાના અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સંપર્કમાં છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, કે કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પરત ફરવા ઈચ્છે છે.



RCBમાં પરત ફરતા KL રાહુલે શું કહ્યું?

એક એવી પણ માહિતી છે કે, કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી રહ્યા છે. હકીકતમાં કેએલ રાહુલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ચાહકે કેએલ રાહુલને પૂછ્યું કે, શું તમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પરત ફરવા માંગો છે? આ સવાલના જવાબમાં કેએલ રાહુલે કહ્યું કે, આશા છે કે આવું થશે... ત્યારથી કેએલ રાહુલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વાપસી અંગે સતત અટકળો ચાલી રહી છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે કેએલ રાહુલ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેના સંબંધો પણ બરોબર રહ્યા નથી. જેના કારણે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી શકે છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કેએલ રાહુલ વચ્ચેના સંબંધો...

હકીરતમાં કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો રહી ચૂક્યો છે. આ સિવાય કેએલ રાહુલ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે. તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોનું માનવું છે કે આ વખતે કેએલ રાહુલ તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં વાપસી કરવા જઈ રહ્યો છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ ટુંક જ સમયમાં તેની જૂની ટીમમાં વાપસી કરી શકે છે.


Google NewsGoogle News