VIDEO: ઓસ્ટ્રેલિયાથી આવ્યા માઠા સમાચાર, ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો ઓપનર ઈજાગ્રસ્ત
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ, જ્યારબાદ ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
કેએલ રાહુલના હાથમાં થઈ ઈજા?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેએલ રાહુલના ડાબા હાથમાં ઈજા થઈ છે. ફિઝિયો તેમની સારવાર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ભારતીય બેટ્સમેનને તકલીફ થતી પણ જોવા મળી રહી છે. ઈજાની ગંભીરતા પર કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને ટીમે પણ આ અંગે કોઈ નિવેદન જાહેર નથી કર્યું કે તેમણે ફિઝિયોની મદદ શા માટે લીધી.
ચોથી ટેસ્ટમાં સારા પ્રદર્શનની આશા
રાહુલ હાલના પ્રવાસમાં ફોર્મમાં છે, તેમણે છ ઈનિંગ્સમાં 47ની સારી સરેરાશથી 235 રન બનાવ્યા છે. ડાબોરી બેટ્સમેને અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે અને ચોથી ટેસ્ટમાં યશસ્વી જાયસવાલની સાથે ઈનિંગની શરૂઆત માટે તૈયાર છે.