હાર્દિક સાથેના ઈન્ટરવ્યૂના પાંચ વર્ષ બાદ KL રાહુલનું દર્દ છલકાયું, કહ્યું- સ્કૂલમાં ક્યારેય સસ્પેન્ડ નહોતો થયો પણ...
KL Rahul Says Koffee With Karan Controversy : કે.એલ. રાહુલે કોફી વિથ કરણ શૉમાં હાર્દિક સાથેના ઈન્ટરવ્યૂને યાદ કરતા કહ્યું હતું કે, 'તે ઈન્ટરવ્યૂના લીધે હું ઘણો બદલાયો છું.' 2019માં કે.એલ. રાહુલ અને હાર્દિક પંડ્યા કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતા લોકપ્રિય ટૉક શૉ 'કોફી વિથ કરણ શૉ'માં જોવા મળ્યાં હતા. આ એપિસોડ દરમિયાન સ્ટાર ક્રિકેટર દ્વારા કરવામાં આવેલી કમેન્ટ એમના પર જ ભારે પડી હતી. આ પછી રાહુલ અને હાર્દિક બંને ટ્રોલ થયા હતા.
બંને ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાંથી હટાવી દેવાયા
આ પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) બંને ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાંથી હટાવી દેવામાં આવ્યાં હતા. જાન્યુઆરી, 2019માં એપિસોડના પ્રસારણ વખતે ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી, ત્યારે રાહુલ અને હાર્દિક બંનેને સમયથી પહેલા ભારત પરત ફરવાનું હતું.
આ પણ વાંચો : પાકિસ્તાની ક્રિકેટ ટીમના આંતરિક ડખા છતાં થઈ ગયા! ડ્રેસિંગ રૂમનો VIDEO સામે આવ્યો
ઈન્ટરવ્યૂએ મને ઘણો ડરાવી દીધો
રાહુલે હવે તે ઈન્ટરવ્યૂને યાદ કરતાં એક પોડકાસ્ટમાં કહ્યું કે, 'સાક્ષાત્કાર એક અલગ દુનિયા હતી, જેણે મને મદલી નાખ્યો. હું જ્યારે મોટો થઈ રહ્યો હતો, ત્યારે ઘણો મૃદુભાષી વ્યક્તિ હતો, પછી હું ભારત માટે રમ્યો અને ઘણો આત્મવિશ્વાસુ બન્યો. પરંતુ, ઈન્ટરવ્યૂએ મને ઘણો ડરાવી દીધો હતો, જેથી ટીમમાંથી બહાર થવું પડ્યું હતું.'
મે ઘણી મસ્તી કરી, પરંતુ ક્યારેય મને સ્કૂલમાંથી કાઢ્યો નથી
રાહુલે કહ્યું કે, 'મે સ્કૂલમાં ઘણી મસ્તી કરી, પરંતુ ક્યારેય મને સ્કૂલમાંથી કાઢવા નાખવામાં આવ્યો નથી અને મારા માતા-પિતાને ક્યારે આ બાબતે સ્કૂલમાં આવવાની જરૂર પડી નથી.'
આ પણ વાંચો : સંન્યાસ બાદ શિખર ધવને કહ્યું, 'ખરાબ સમયમાં ધોનીએ આપ્યો સાથ, રોહિત-વિરાટથી મળી આ શીખ'
રાહુલ દલીપ ટ્રોફી 2024ની તૈયારીમાં
રાહુલ હવે આગામી 5 સપ્ટેમ્બરે શરૂ થનારી દલીપ ટ્રોફી 2024ની તૈયારી કર્યો છે. બીજી તરફ, રાહુલને બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વિરુદ્ધ સીરિઝ માટે ટેસ્ટ ટીમમાં વાપસી થાય તેવી આશા છે.
રાહુલે 2022ની T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી
રાહુલે 2022ની T20 વર્લ્ડ કપ પછી ભારત માટે કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી અને તે T20 વર્લ્ડ કપ 2024માં પણ સામેલ ન હતો. રાહુલ 2023 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવા વાળી ભારતીય ટીમના મુખ્ય ખેલાડી હતો. પરંતુ, તાજેતરમાં વનડે ટીમમાં તેની જગ્યાને લઈને સવાલો ઊઠી રહ્યાં છે.