Get The App

કોહલીની ચર્ચા વચ્ચે કે. એલ. રાહુલે પણ રણજી મેચમાં કરી બેટિંગ, 72ની સ્ટ્રાઈક રેટ જુઓ કેટલા રન ફટકાર્યા

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
કોહલીની ચર્ચા વચ્ચે કે. એલ. રાહુલે પણ રણજી મેચમાં કરી બેટિંગ, 72ની સ્ટ્રાઈક રેટ જુઓ કેટલા રન ફટકાર્યા 1 - image


KL Rahul Flops In Ranji Trophy: સ્ટાર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ 2 વર્ષ પછી રણજી ટ્રોફીમાં વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. રોહિત શર્મા અને અન્ય ક્રિકેટરો પહેલા રમી ચૂક્યા છે. જ્યારે કેએલ રાહુલ બેંગલુરુમાં હરિયાણા સામે રમી રહ્યો છે અને વિરાટ કોહલી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે રમી રહ્યો છે. આ દરમિયાન બધા વિરાટના બેટિંગની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કેએલ રાહુલ રણજી મેચમાં ફલોપ રહ્યો છે. કર્ણાટક તરફથી રમતા 32 વર્ષીય બેટ્સમેન હરિયાણા સામે ફક્ત 26 રન જ બનાવી શક્યો. તેણે પહેલી ઈનિંગમાં 37 બોલનો સામનો કર્યો હતો.

રણજી ટ્રોફીમાં કેએલ રાહુલ ફ્લોપ

તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલ નંબર ત્રણ પણ બેટિંગ કરવા ઉતર્યો હતો. આ દરમિયાન તેણે ટીમના કેપ્ટન મયંક અગ્રવાલ સાથે મળીને 54 રનની ભાગીદારી કરી હતી. હરિયાણાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલની વિકેટ અંશૂલ કંબોજે લીધી હતી. આ રીતે રાહુલે ક્રીજ પર 56 મિનિટ વિતાવી અને 72ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ભારતીય બેટરે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 

આ પણ વાંચો: ગૌતમ ગંભીરે જે ખેલાડીને એક પણ મોકો ન આપ્યો, તેણે રણજીમાં સેન્ચુરી ફટકાર્યા બાદ હેટ્રિક લીધી

તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલે કર્ણાટકની છેલ્લી મેચમાં ભાગ નહોતો લીધો. આ મેચ પંજાબ સામે હતી. તે દરમિયાન રાહુલ કોણીની ઈજાથી પીડાઈ રહ્યો હતો. રાહુલે અગાઉ સપ્ટેમ્બરમાં યોજાયેલી 2024-25 દુલીપ ટ્રોફીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે 'ઈન્ડિયા એ' માટે પણ રમ્યો હતો. કર્ણાટકની ટીમ હાલમાં રણજી ટ્રોફીના ગ્રુપ સીમાં ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો ટીમ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માગે છે, તો તેણે કોઈપણ કિંમતે હરિયાણાને હરાવવું પડશે.

ફર્સ્ટ ક્લાસમાં રાહુલના આંકડા

કેએલ રાહુલે અત્યાર સુધીમાં 103 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 177 ઈનિંગ્સમાં 42.71ની એવરેજથી કુલ 7262 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 54થી ઉપર છે. રાહુલના નામે 18 સદી અને 36 અડધી સદી છે. તેનો બેસ્ટ સ્કોર 337 છે.


Google NewsGoogle News