IPLમાં મોટી ઉથલપાથલના સંકેત, વધુ એક કેપ્ટન ટીમનો સાથ છોડશે, RCBમાં કરી શકે છે ઘરવાપસી!
File Photo |
KL Rahul Can Say Goodbye To Lucknow Super Giants: આઈપીએલની આગામી સિઝનમાં ચાહકોને ઘણા બદલાવ જોવા મળી શકે છે. ટૂંક સમયમાં જ બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ઓક્શન પહેલા ખેલાડીઓને રિટેન અને ટ્રેડિંગ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આઈપીએલ 2025 સાથે જોડાયેલા આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે. આવો જ એક અહેવાલ કેએલ રાહુલ વિશે સામે આવ્યો છે કે તે આગામી આઈપીએલ સિઝન પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ છોડી શકે છે.
આ પણ વાંચો: 'શતકવીર' દિગ્ગજ બેટરને કેમ ODI ટીમથી બહાર કરાયો... આ છે તેના 3 મોટા કારણો
ફ્રેન્ચાઈઝી અને રાહુલ વચ્ચે બધુ બરાબર નથી
અહેવાલ અનુસાર કેએલ રાહુલ અને ફ્રેન્ચાઈઝી વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. થોડા સમય પહેલા આઈપીએલના એક મેચમાં ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી. જેના માટે ફ્રેન્ચાઇઝના માલિકની ટીકા પણ થઈ હતી. તે ઘટનાના થોડા દિવસો બાદ ગોએન્કાએ કેએલ રાહુલને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યો હતો. આ દરમિયાન બંને ગળે પણ મળ્યા હતા. તે તસવીર પરથી લાગતું હતું કે બંને વચ્ચે બધુ બરાબર થઇ ગયું છે.
આ પણ વાંચો: નતાશા સાથે છૂટાછેડા અને પછી કેપ્ટન્સી ગુમાવ્યાં બાદ પહેલીવાર હાર્દિક બોલ્યો - 'ક્યારેક ક્યારેક મગજને...'
રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાઈ શકે
2022માં કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો હતો અને તેને ટીમને પ્લેઓફ સુધી પહોચાડી હતી. પરંતુ ટીમ ટૂર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી ન હતી. ગયા વર્ષની સિઝનમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે રહી હતી. રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ફરી જોડાઈ શકે છે. ફ્રેન્ચાઇઝી એવા ભારતીય ખેલાડીની શોધમાં છે કે જે ટીમની કેપ્ટનશિપ કરી શકે.
2013માં રાહુલે આરસીબી(RCB) સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી તે હૈદરાબાદની ટીમમાં ગયો હતો. પરંતુ પછી તેણે પુનરાગમન કર્યું અને 2016 માં ફાઇનલમાં પહોંચેલી આરસીબી ટીમનો ભાગ હતો.