IPL 2024: કે.એલ. રાહુલે તોડ્યો મહેન્દ્ર સિંહ ધોનીનો મહારેકોર્ડ, લિસ્ટમાં દિનેશ કાર્તિકનું પણ નામ
LSG vs CSK, KL rahul breaks ms dhoni record: લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની IPL 2024ની 34મી મેચમાં કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમી હતી. LSGના કેપ્ટન અને વિકેટકીપર રાહુલે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. રાહુલે દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીનો મહારેકોર્ડ તોડી નાખ્યો છે. તે એક ખાસ લિસ્ટમાં નંબર વન બની ગયો છે.
K L રાહુલે ધ્વસ્ત કર્યો મહેન્દ્ર સિંહ ધોનીનો મહારેકોર્ડ
રાહુલ IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનારો પ્લેયર બની ગયો છે. તેણે 25મી વખત આ સિદ્ધિ મેળવીને ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ધોનીએ અત્યાર સુધીમાં IPLમાં 24 વખત આ સ્કોર બનાવ્યો છે. આમ રાહુલે દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને રાહુલનો LSG સાથી ખેલાડી ક્વિન્ટન ડી કોક છે, જેના ખાતામાં 23 ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ છે. RCBનો અનુભવી ખેલાડી દિનેશ કાર્તિક (21) ચોથા સ્થાને અને પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા (18) પાંચમા સ્થાન પર છે.
IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ 50 પ્લસ સ્કોર
- 25- કેએલ રાહુલ
- 24- એમએસ ધોની
- 23- ક્વિન્ટન ડી કોક
- 22- દિનેશ કાર્તિક
- 21- રોબિન ઉથપ્પા
લખનઉએ 8 વિકેટથી વિજય મેળવ્યો
કેએલ રાહુલની શાનદાર બેટિંગના આધારે LSGએ 19 ઓવરમાં 177 રનના ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. લખનઉએ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. રાહુલે ડી કોક સાથે મળીને લખનઉને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. ડી કોક 43 બોલમાં 54 રન પર 15મી ઓવરમાં આઉટ થયો હતો. પથિરાનાએ 18મી ઓવરમાં રાહુલને પોતાની જાળમાં ફસાવી વિકેટ ઝડપી હતી. નિકોલસ પુરણે અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી તરફ CSK 6 વિકેટના નુકસાન પર 176 રન જ બનાવી શકી હતી.