IPL 2025 પહેલા વિવાદના એંધાણ! KKRને આ નિયમ સામે વાંધો, BCCIને કરી ફરિયાદ
Image X |
KKR Wrote To BCCI Over New IPL Rule : IPL ટીમોએ BCCIને પોતાના રિટેન કરાયેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી સોંપી દીધી છે. હવે ક્રિકેટ ચાહકો મેગા ઓક્શનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ દરમિયાન શાહરૂખ ખાનના કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પમાંથી મોટી માહિતી સામે આવી રહી છે. જો મીડિયાના રિપોર્ટ પ્રમાણે કોલકાતા નાઈટ રાઈડર્સ હરાજી દરમિયાન રાઈટ ટુ મેચ (RTM) સંબંધિત નિયમોથી ખુશ નથી. કોલકાતા નાઈટ રાઈડર્સનું માનવું છે કે, IPL મિની ઓક્શન હોય કે મેગા ઓક્શન... ખેલાડીઓને જાળવી રાખવા જોઈએ, પરંતુ RTM સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવો જોઈએ.
હરાજી પહેલા તેમના 8 ખેલાડીઓને રિટેન કરવા ઈચ્છે છે
છેલ્લી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેંકી મૈસૂરે કહ્યું હતું કે, તેઓ હરાજી પહેલા તેમના 8 ખેલાડીઓને રિટેન કરવા ઈચ્છે છે, પરંતુ તેઓ આ માટે RTMનો ઉપયોગ કરવા ઈચ્છે છે. ત્યારબાદ વેંકી મૈસૂરના નિવેદનના કારણે હાલમાં ચર્ચામાં છે. ત્યારે આ વખતે BCCIએ મેગા ઓક્શન પહેલા નવા કેટલાક નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમ બાદ આઈપીએલની ટીમો વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. પરંતુ જો કોઈ ટીમ કોઈ ખેલાડીને રિટેન નહીં કરે તો તેની પાસે હરાજીમાં 6 રાઈટ ટુ મેચ કાર્ડ હશે.
શાહરૂખ ખાનની ટીમે BCCIને પત્ર લખ્યો
Cricbuzz મુજબ કોલકાતા નાઈટ રાઈડર્સ આ નવા નિયમોથી ખુશ નથી. ત્યાર બાદ થોડા સમય બાદ શાહરૂખ ખાનની ટીમે BCCIને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ જે રણનીતિથી પર કામ કરી રહ્યું છે, BCCIના આ નવા નિયમ પર એક ઝાટકે પાણી ફેરવી દીધુ, મજબુરીમાં અંતિમ ક્ષણે રણનીતિ બદલવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ મેગા ઓક્શન 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ એ બે ટીમોમાં સામેલ છે, જેમની પાસે રાઈટ ટુ મેચ કાર્ડ નહીં હોય, કારણ કે આ ટીમે પોતાના વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકી છે.