ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટરના મતે આ ભારતીય ખેલાડી IPL 2024નો બેસ્ટ કેપ્ટન, ભરપૂર વખાણ કર્યા
Image Twitter |
IPL 2024 KKR vs SRH: કોલકાતાએ આ મેચમાં શાનદાર જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચ KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ અમદાવાદમાં રમાઈ હતી, જ્યાં શ્રેયસ ઐયર એન્ડ કંપનીએ પેટ કમિન્સ-કેપ્ટનશીપવાળા સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ પણ હવે ફાઇનલ મેચની ટિકિટ બુક કરાવનારી પ્રથમ ટીમ બની છે.
શેન વોટસને કેપ્ટન શ્રેયસ અય્યરના ભરપૂર વખાણ કર્યા
IPL 2023માં KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે હતી, પરંતુ IPL 2024માં KKRએ જે રીતે શરૂઆત કરી તેને જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. કેકેઆરના આ શાનદાર પ્રદર્શનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ ઉપરાંત મેન્ટર ગૌતમ ગંભીરની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. ગંભીરની કેપ્ટનશીપ હેઠળ, KKRએ બેવાર IPL ખિતાબ જીત્યો છે, અને ફરી એકવાર ટીમ તેમના માર્ગદર્શન હેઠળ IPL ટ્રોફી જીતવા નજીક હોવાનું જણાય છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસને પણ કેપ્ટન શ્રેયસ અય્યરના ભરપૂર વખાણ કર્યા છે.
ટીમ અને ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પર વોટસને વાત કરતાં કહ્યું, 'શ્રેયસ અય્યરે એક શાનદાર ઇનિંગ રમી. તેમજ આ IPL 2024માં તેણે બેટિંગ પણ ખૂબ સારી કરી છે, પરંતુ જે રીતે તેણે 58 રન બનાવ્યા તે સમય ખૂબ જ પ્રભાવશાળી હતો. એક કેપ્ટન તરીકે તેને સારી સફળતા મળી છે. તેનો મતલબ છે કે, તેની નજીકના લોકોમાં શ્રેષ્ઠતા લાવવામાં સફળ રહ્યો છે. તેના સારા કામ સાથે તેણે સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. તેની ટીમ અને ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેના પરથી કહી શકાય કે, તમે એક કેપ્ટન તરીકે શાનદાર કામ કરી રહ્યા છો. તમે તમારી આસપાસના ખેલાડીઓ પર વધુ પડતું દબાણ કરીને તેમને ટેન્શનમાં નથી લાવતાં. તમે ખેલાડીઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પુરે પુરી આઝાદી આપી રહ્યા છો, અને પ્રથમ ક્વોલિફાયરમાં ખરેખર આખી ટીમ એકસાથે મળીને જીત મેળવી છે.'